તિરુવનંતપુરમઃ કેરળના મુખ્ય પ્રધાન વિજયને મંગળવારે રેલવે પ્રધાન પિયુષ ગોયલ પર પલટવાર કરતા કહ્યું કે, તે જનતાના હિતની રક્ષા કરી રહ્યા છે કે નહીં, આ વાતનો નિર્ણય કરવાનો અધિકાર કેરળની જનતાનો છે ન તો પિયુષ ગોયલનો...
આ સાથે જ પિનરાઇએ રેલવેને અનુરોધ કર્યો કે, વિશેષ ટ્રેનોની ફાળવણી પહેલા રાજ્યને સૂચિત કરવામાં આવે.
વિજયને કહ્યું કે, અમે તે લોકો માટે વિશેષ ઉપાય કરવા ઇચ્છીએ છીએ, જે તે સ્થાન પરથી આવી રહ્યા છે, જ્યાં કોરોના સંક્રમણના કેસ વધુ છે.
સીએમે કહ્યું કે, અમારો માત્ર એટલો જ અનુરોધ છે કે, આ ટ્રેનોમાં આવનારા પ્રવાસીઓ કેરળ સરકારના પોર્ટલ પર નોંધણી કરે અને રેલવે અમને આ પ્રવાસીઓના વિવરણ શેર કરે. જેથી અમે બહારથી આવતા તમામ પ્રવાસીઓની ઓળખ કરી શકીએ અને તેમના ઘરે અથવા સરકાર દ્વારા સ્થાપિત ક્વોરન્ટાઇન હોમમાં રાખી શકીએ.
વધુમાં જણાવીએ તો એક પ્રેસ દરમિયાન રેલવે પ્રધાન પિયુષ ગોયલે વિજયન પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કેરળના મુખ્ય પ્રધાન મુંબઇ જેવી જગ્યાએ ફસાયેલા કેરળવાસીઓને પરત લાવવાની ઇચ્છા ધરાવતા નથી.