નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી માટે કેમ્પેન ચરમ સીમા પર છે. એના માટે તમામ પાર્ટીના નેતાઓ જનતા વચ્ચે જઇ રહ્યા છે અને એક-બીજા પર પ્રશ્નોનો વરસાદ વરસાવી રહ્યા છે. આ ક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહે થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી.
વીડિયો શેર કરી આપ્યા જવાબ
અમિત શાહના પ્રશ્નોના જવાબમાં આમ આદમી પાર્ટીના તમામ નેતા પોતાની જનસભા અને ભાષણો દ્વારા આપી જ રહ્યા છે, પરંતુ અરવિંદ કેજરીવાલે હવે તેના પ્રશ્નોના જવાબને લઇને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેજરીવાલે અમિત શાહના એ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે, જે તેમણે થોડા સમય અગાઉ કેજરીવાલ સરકાર પર ઉઠાવ્યા હતા.
દિલ્હીના લોકોનું અપમાન
કેજરીવાલના આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ગત થોડા દિવસથી જોઈ રહ્યો છું કે, અમિત શાહજી આવે છે ચૂંટણી પ્રચાર માટે અને દિલ્હીના લોકોનું અપમાન કરે છે, આ યોગ્ય ન કહેવાય. દિલ્હીના 2 કરોડ લોકોએ સખત મહેનત કરીને સ્કૂલ, હોસ્પિટલ, વિજળી, પાણીની સમસ્યા દૂર કરી છે. કેજરીવાલે CCTVને લઇને અમિત શાહ દ્વારા ઉભા કરવામાં આવેલા પ્રશ્નોનનો ઉલ્લેખ કર્યો છે અને તેનો જવાબ આપ્યો છે.
જનતાને વેચાયેલી કહેવું ખોટૂં
અરવિંદ કેજરીવાલે આ વીડિયોમાં BJP નેતાઓના માધ્યમથી કેજરીવાલ સરકારની યોજનાઓને લઇને કરવામાં આવેલી ટકોરનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જનતાને રાહત કરવા માટે અમે જ્યારે તેમને આ યોજનાઓનો ફાયદો આપ્યો, તો ભાજપ જનતાને વેંચાયેલી કહી રહ્યું છે. કેજરીવાલે એ પણ કહ્યું કે, જનતાને જે મુશ્કેલી થઇ રહી છે, તે કેન્દ્ર સરકારની ખોટી નીતિઓનું પરિણામ છે.
લોકોનો મજાક ન ઉડાવો
દિલ્હીની સ્કૂલો અંગેના શાહના નિવેદનનો ઉલ્લેખ કરીને કેજરીવાલે કહ્યું કે, મને ઘણા વાલીઓએ આવીને કહ્યું કે, જ્યારે તેમણે આપનું નિવેદન સાંભળ્યું ત્યારે એમને ખોટૂં લાગ્યું હતું. તમે દિલ્હીના લોકો પાસેથી શીખીને યુપી અને હરિયાણાની સ્કૂલ સારી કરી હોત તો, એ સારી રાજનીતિ સાબિત થઇ હોત. કેજરીવાલે MCDની સ્કૂલને લઇને પણ પ્રશ્નો ઉભો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે, લોકોનો મજાક ન ઉડાવો.
આરોપ-પ્રત્યારોપની રાજનીતિ
અરવિંદ કેજરીવાલે અમિત શાહના પ્રશ્નોને BJP અને કેન્દ્ર સરકાર તરફ વાળી દીધા છે અને કહ્યું કે, હવે આપણે સાથે મળીને દિલ્હીને શણગારવાની છે. તેમણે કહ્યું કે, દિલ્હીના આપણે 2 કરોડ લોકો એક પરિવારની જેમ છીંએ. ભલે તે કોઈ પણ પાર્ટી કેમ ન હોઈ, એક બીજાના સુખ, દુ:ખમાં કામ આવીએ છીંએ. જોવા જેવી વાત એ છે કે, વિધાનસભા ચૂંટણી પહેલાં આરોપ-પ્રત્યારોપને લઇને ગરમ થનારી રાજનીતિ ક્યાં સુધી જાય છે.