આ વીડિયો વિશે વધારે જાણકારી મેળવતા આ વીડિયો કઠુઆ જિલ્લાના નગરી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. નાની છોકરીને માર મારતી મહિલા તેની મા હોવાનું સામે આવ્યું છે અને આ વીડિયો બનાવનાર તેના પિતા છે. મળતી માહિતી પ્રમાણે પતિ-પત્નીનો ઝગડો થયો હોવાથી તેની મા પોતાની છોકરીને માર મારતી હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો તેના પતિએ સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો. કઠુઆ પોલીસે ચાઇલ્ડ વેલફેયર કમિટીના કેસના આધારે મહિલા પર કેસ નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ- વાયરલ થયેલા આ વીડિયોની ઈટીવી ભારત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.