ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારના રોજ કાશ્મીરમાંથી આવેલા 22 ગામના પંચ અને સરપંચ સાથે મુલાકાત કરી હતી. આ તમામને અમિત શાહે આશ્વાસન આપ્યું છે કે, 370 હટાવ્યા બાદ આ વિસ્તારમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે.
આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ કાશ્મીરી ડેલિગેશન સાથે આ પ્રથમ મુલાકાત છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, શાહ સાથે મુલાકાત કરવામાં અહીં જમ્મુ, કાશ્મીર, પુલવામા તથા લદ્દાખના લોકો હતા.
જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 હટાવ્યા બાદ ત્યાં અનેક મુસિબતો આવી રહી હતી, પણ હવે ધીમે ધીમે પરિસ્થતિ કાબૂમાં આવી રહી છે. ત્યાર બાદ આજે ગૃહપ્રધાને પણ આશ્વાસન આપ્યું છે.