નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવાને પુનઃર્સ્થાપિત કરવાનું વિચારી રહ્યાં છે. કેન્દ્રના મતે 16 ઓગસ્ટથી જિલ્લામાં પુન:સ્થાપિત કરવામાં આવશે.
આ પછી સેવા બાકીના વિસ્તારોમાં ધીમે ધીમે શરુ કરી શકાય છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે, વિશેષ સમિતિએ જમ્મુ-કાશ્મીરના ઓછા સંવેદનશીલ વિસ્તારોમાં 4G ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને માહિતી આપી હતી કે, 15 ઓગસ્ટ પછી જમ્મુ-કાશ્મીર વિભાગના દરેક જિલ્લામાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્રએ કોર્ટને કહ્યું કે, સમિતિએ નિર્ણય લીધો છે કે વ્યાપક આકારણી બાદ જમ્મુ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવશે, બે મહિના પછી તેના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે.