નવી દિલ્હી : આઇઆરસીટીસીની ત્રીજી ખાનગી ટ્રેન કાશી મહાકાલ એક્સપ્રેસ આજથી તેના સફરની શરૂઆત કરવા જઇ રહી છે. ત્યારે આ ટ્રેનમાં 648 સીટોમાંથી 612 સીટોની બુકિંગ એક દિવસ પહેલાથી જ શરૂ થઇ ગઇ હતી.
આ ટ્રેન ત્રણ જ્યોતિર્લિંગ - ઓમકારેશ્વર, મહાકાળેશ્વર અને કાશી વિશ્વનાથને જોડશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કાશી મહાકાલ એક્સપ્રેસને લોકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે.
વારાણસીથી 20 ફેબ્રુઆરીથી જ આ ટ્રેનની યાત્રા માટે 19 ફેબ્રુઆરીના સાંજના 7 વાગ્યા સુધીમાં 612 સીટો બુક કરવામાં આવી હતી. 20 ફેબ્રુઆરીએ વારાણસીથી બપોરે 3.45 વાગ્યે ટ્રેન રવાના થયા બાદ બુકિંગમાં વધારો થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને રવિવારે રવાના કરી હતી.