આ છે બરેલીના ગોવર્ધન ભોજવાની, પ્રેમથી લોકો તેમને બરેલીના બીગ બી કહે છે. તેમણે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના દીર્ઘાયુ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું છે. ગોવર્ધન ભોજવાની છેલ્લા 14 વર્ષથી બીગ બીના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. વ્રત દરમિયાન તેઓ નિર્જળા ઉપવાસ અને તમામ પ્રકારની વિધિ સાથે આ વ્રત કરે છે, જે એક સૌભાગ્યવતી નિભાવે છે.એટલુ જ નહીં પણ ચાંદ દેખાયા બાદ તેઓ બીગ બીનો ફોટો જોઈ વ્રત ખોલે છે.
ગોવર્ધન ભાઈ નાનપણથી જ બીગ બીથી પ્રભાવિત છે અને ચાર વખત અમિતાભ બચ્ચનને રુબરુ મળી પણ ચૂક્યા છે. વ્રત દરમિયાન તેમની પત્ની પણ તેમને પુરતો સહયોગ આપે છે.
ગોવર્ધન ભાઈ આમ તો પહેલાથી બીગ બીના ફેન હતા, પણ જ્યારે 2005માં બાગબાન ફિલ્મ જોઈ તેમના આશિક થઈ ગયા અને તે વર્ષથી જ કરવા ચોથ વ્રત રાખવાનું શરુ કર્યું.
છેલ્લે બસ એટલું જ કે, શહેનશાહના દુનિયાભરમાં કરોડો ફેન હશે પણ બરેલીના બીગ બી ગોવર્ધન ભોજવાની જે રીતે અમિતાભ બચ્ચનને સમર્પિત છે, તેવા તો ભાગ્યે જ કોઈ હશે.