બેંગલુરૂઃ કર્ણાટકના હુબલીના એક ગામની સ્કુલના દિવાલ અને દરવાજા પર ચોકથી પાકિસ્તાન ઝિંદાબાદ લખેલું જોયા બાદ ગામના લોકોમાં ગભરાહટ મચી ગઇ હતી અને સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
જનપદના બુગરસિંગી ગામના શિક્ષક અને વિદ્યાર્થીઓ જ્યારે સવારે સ્કુલ પહોચ્યા બાદ વિદ્યાર્થીઓને દિવાલો પર પાકિસ્તાન ઝિંદાબાદના ચોકથી લખેલા નારા જોયા બાદ વિદ્યાર્થીઓએ શિક્ષકને જાણ કરતા શિક્ષકએ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
સ્થાનિક લોકોએ આ ધટનાનું વિરોધ કર્યો હતો અને આ ઘટનામાં શામિલ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. પોલીસએ ગામ લોકોને સમજાવ્યા બાદ ગામના લોકો શાંત થયા હતા. પોલીસે ઘટનાનો રિપોર્ટ લખી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.