સત્રની શરૂઆતમાં જ સ્પિકરે કહ્યું હતું કે, આજે વિધાનસભામાં બીજા કોઈ મુદ્દા પર ચર્ચા થશે નહીં. હું ગઠબંધનને કહેવા માંગુ છું કે, તમે લોકો આજે મદદ કરો નહીંતર મારે કડક કાર્યવાહી કરવી પડશે.
સ્પિકરે વધુમાં જણાવ્યું હતું કે, ધારાસભ્યો કહેતા હોય કે, તેમના પર કોઈ દબાણ લાવી નિર્ણયો લેવડાવવામાં આવી રહ્યા છે તો હુ તેમને પ્રોટેક્શન આપવા પણ તૈયાર છું. સ્પિકરે આ તમામ ધારાસભ્યોને આવતીકાલે પત્ર લખીને મળવા બોલાવ્યા છે.
કર્ણાટકમાં ચાલી રહેલા લગભગ એક પખવાડીયાના નાટકનો આજે અંત આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, પણ આ અંગે કંઈ પણ કહેવું થોડુ જલ્દી કહેવાશે. કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર તથા કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર રહેશે કે જશે તેનો નિર્ણય આજે વિધાનસભામાં થવાનો છે. 15 ધારાસભ્યોએ એક સાથે આપેલા રાજીનામા બાદ આજે વિશ્વાસ મત પ્રાપ્ત કરવો કુમારાસ્વામી માટે લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થવાનું છે.
સરકાર બચાવવા મુખ્યપ્રધાનની ખુરશીને લાત મારશે કે કેમ ?
કર્ણાટક કોંગ્રેસના કદ્દાવર નેતા ડી. શિવકુમાર જેડીએસ તથા કોંગ્રેસની એક માત્ર તારણહાર સમાન ઉભરી આવ્યા છે, તેમણે સરકાર બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ ગયા છે, એક નિવેદનમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર બચાવવા માટે CM પદને પણ ઠોકર મારવા તૈયાર છે જેડીએસ, આ માટે આગળ નામ આવ્યા છે તે પ્રમાણે સિદ્દારમૈયા તથા ખુદ શિવકુમાર પોતે પણ હોઈ શકે છે.
કુમારાસ્વામી તથા કોંગ્રેસ રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમમાં પહોંચ્યા છે.
આ અગાઉ પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, કર્ણાટક સરકારનો સોમવારનો દિવસ છેલ્લો દિવસ હશે. જો કે, સરકારમાંથી સમર્થન પાછું લેનારા બે અપક્ષ ધારાસભ્યો આર.શંકર અને એચ.નાગેશે સુપ્રીમ કોર્ટમાં તો અરજી પણ દાખલ કરી છે કે, કર્ણાટકમાં જલ્દીથી ફ્લોર ટેસ્ટ કરવામાં આવે. તો વળી બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાને પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે, રાજ્યની કાર્યવાહીમાં રાજ્યપાલ હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
કર્ણાટકમાં માયાવતીની એન્ટ્રી
હકીકતમાં જોવા જઈએ તો, અગાઉ રાજ્યપાલ સ્પિકરને બે વખત વિશ્વાસ મત સાબિત કરવા માટે સમયસીમા પણ આપી ચૂક્યા છે, પણ હજુ સુધી વિશ્વાસમત સાબિત કરી શક્યા નથી.આ તમામની વચ્ચે પાછુ માયાવતીએ પણ પોતાના એક માત્ર ધારાસભ્યને કુમારાસ્વામીને બચાવવા માટે નિર્દેશ આપી દીધા છે. કુમારાસ્વામીએ પણ બળવાખોર નેતાઓને પાછા આવી જવા તથા વિધાનસભામાં ભાજપને ખુલ્લી પાડવા માટેનું આહ્વાન કરી ચૂક્યા છે.