તેમણે કહ્યું કે, આ ભ્રમ અને ભટકવાનો સમય રાહુલ ગાંધીના રાજીનામા બાદ શરૂ થયો છે. સિંહે રાહુલના રાજીનામાના નિર્ણયને સાહસિક જણાવતાં કહ્યું કે, તેમના નિર્ણયનું સન્માન કરવાની જગ્યાએ તેમનું રાજીનામું પરત ખેંચવાની વાતે જોર પકડ્યું છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મારું માનવું છે કે, પાર્ટીએ વધુ સમય ન બગાડતાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં કાર્ય સમિતિની બેઠક કરવી જોઇએ.
રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ ગત્ત સપ્તાહે અચાનક 400 નેતાઓએ પણ રાજીનામા આપ્યા હતા અને જેમાં મુખ્ય યુવાઓ અને મધ્ય સ્તરના નેતા હતા કે જેથી પાર્ટીને પુરનર્ગઠિત કરી શકાય.