ફિલ્મના ટીઝરને જોઈને લાગે છે કે, કરણ જોહરના પ્રોડક્શનની આ બેસ્ટ ફિલ્મ સાબિત થશે. ફિલ્મના સેટને ઘણો ભવ્ય બતાવવામાં આવ્યો છે. ટીઝરની શરુઆત થતા જ માધુરીનો ડાન્સ, આલિયા ભટ્ટની ભવ્ય એન્ટ્રી ત્યાર બાદ વરુણ ધવનના અવાજમાં શાનદાર ડાયલોગ, જેમાં તે કહે છે કે "કુછ રીશ્તે કર્જો કી તરહ હોતે હૈ, જિન્હે નિભાના નહી ચુકાના હોતા હૈ"
ત્યાર બાદ એક ભવ્ય મહેલમાં માધુરી ટેબલ પર કોઇ વ્યકિતની સામે ગંભીર મુદ્વામાં જોવા મળી રહી છે. સોનાક્ષી અને ત્યાર બાદ સફેદ કપડામાં સોનાક્ષી જોવા મળી રહી છે આલિયા ભટ્ટ. જેને જોઇને એવુ લાગે છે કે, તે આલિશાન મહેલથી ક્યાંક દુર જઈ રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ટીઝરમાં માધુરી દીક્ષિતના ડાંસનો પણ ઘમાકો જોવા મળી રહ્યો છે અને આલિયા આદિત્યની દુલ્હન બનેલી દેખાય છે. ત્યાર બાદ આલિયાનો ડાયલોગ સંભળાય છે જેમાં તે કહે છે કે, જબ કીસી ઔર કી બર્બાદી અપની જીત જૈસી લગે તો હમસે જ્યાદા બર્બાદ ઔર કોઈ નહી દુનિયા મેં" ત્યાર બાદ વરુણનો લોહી લુવાણ ચહેરો.. અને છેલ્લે રાવણ દહનની સામે આલિયા અને વરુણને એક થતા બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં લાંબા સમય બાદ માધુરી દીક્ષિત અને સંજય દત્તની જોડી આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 17 એપ્રિલના રોજ રીલીઝ થવાની છે.