દિકરીઓ આ દેશ જ નહીં પરતું દુનિયા માટે અનમોલ છે, આ વાતને શિક્ષક રાજા ભૈયા સોની સાર્થક કર્યો છે. તેથી જ તેઓ છેલ્લા 41 વર્ષથી દિકરીઓની પૂજા કરે છે. શિક્ષકના કામ સાથે શાળાની વિદ્યાર્થિનીઓને આગળ વધારવા માટે પ્રોત્સાહન કરતા ગ્રામજનો તેમનું સમ્માન કરે છે.
શિક્ષક રાજા સોની તેમના સ્વભાવથી દિકરીયોનું સમ્માન કરે છે. તેઓ કહે છે કે, વિશ્વમાં તમામ જગ્યાઓ પર મહિલાઓની પૂજા થવી જોઇએ, સોનીએ કહ્યું કે, વિશ્વની રચનામાં મહિલાઓનું યોગદાન મહત્વનું છે. વિદ્યાર્થિ પણ તેમના શિક્ષકની પ્રશંસા કરે છે.
![વિદ્યાર્થિનીઓની રોજ કન્યા પૂજા કરે છે આ શિક્ષક,ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં નામ દાખલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-kat-01-special-pkg-7204294_13112019185118_1311f_1573651278_228.jpg)
![ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં સ્થાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-kat-02-anmon-dharohar-ki-pooja-pkg-7204294_12112019181015_1211f_1573562415_481.jpg)
રાજા સોની અત્યાર સુધી લગભગ 7000 પણ વધુ કન્યાઓની પૂજા કરી ચુક્યા છે. તેથી જ તેમને નારી શક્તિ સમ્માનથી ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની ટીમ લુહરવારા ગામ પહોંચી હતી અને તમામ માહિતી મેળવીને શિક્ષણનું નામ બુકમાં દાખલ કરવામાં આવ્યું હતું. શિક્ષક રાજા સોનીના આ કામથી લોકોને પ્રેરણા મળી છે.
![વિદ્યાર્થિનીઓની રોજ કન્યા પૂજા કરે છે આ શિક્ષક,ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં નામ દાખલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-kat-01-special-pkg-7204294_13112019185118_1311f_1573651278_869.jpg)