પટિયાલા હાઉસમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું છે કે, કમલ હાસને નાથૂરામ ગોડસેને આઝાદ ભારતનો પહેલો હિંદુ આતંકવાદી જાહેર કર્યો હતો, અને કમલ હાસનની કહેલી આ વાતને કારણે હિંદુ ધર્મની ધાર્મિક ભાવનાઓને પણ નુકસાન પહોંચ્યુ છે.
વધુમાં, BJPનેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે પણ કમલ હાસન વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. કમલ હાસને મક્કલ નિધિ મય્યમ નામના રાજનૈતિક દળની સ્થાપના કરી છે. તેમણે તમિલનાડુના અરવાકુરુચિમાં સભાને સંબોધીત કરતા સમયે નાથૂરામ ગોડસે પર આ વિવાદીત નિવેદન આપ્યુ હતુ.