કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટુ નિવેદન આપ્યું છે. સિંધિયાના મત મૂજબ કોંગ્રેસને આત્મમથંનની જરૂરત છે. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં કોંગ્રેસની જે સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવું જરૂરી છે, જેથી આગામી સમયમાં કોંગ્રેસને મજબૂત કરી શકાય.
મીડિયાએ સિંધિયાને સલમાન ખુર્શીદના નિવેદન પર વિચાર રજૂ કરવા કહ્યું હતુ, જેના જવાબમાં સિંધિયાએ કહ્યું કે તેઓ કોઈ પણ નેતાના નિવેદન પર પ્રત્યુતર નથી આપતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આત્મમંથન કરી સુધારાને અવકાશ આપવાની જરૂરત છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંદર્ભે તેમણે કહ્યું કે મારૂ કામ ટીકીટ વિતરણનું હતુ, બાકી કામ ક્ષેત્રનું સંગઠન કરી રહ્યું છે. કોંગ્રેસને ચોક્કસ સફળતા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.