- ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને થયો કોરોના
- સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાનો અનુરોધ કર્યો
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા જ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમની ટ્વીટમાં જણાવ્યું હતું કે, "કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા જ મે તરત ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ મારી તબિયત સારી છે. ડૉક્ટરોની સલાહ મુજબ હોમ આઇસોલેશનમાં તમામ ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યો છું. જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તે તમામ કૃપા કરીને પોતે આઇસોલેટ થઇ તપાસ કરાવી લે."