આપને જણાવી દઈએ કે, જેપી નડ્ડાએ બપોરના સમયે હૈદરાબાદમાં આવશે, ત્યાર બાદ પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. બાદમાં એક જાહેર સભાને સંબોધન કર્યા બાદ તેદપા અને અન્ય પાર્ટીઓના નેતાઓને ભાજપમાં જોડાવશે.
અહીં આ બેઠક દરમિયાન તેલંગણામાં ભવિષ્યમાં ભાજપની શું રણનીતિ હશે તેને લઈ ગંભીર ચર્ચા કરવામાં આવશે. પ્રદેશ ભાજપા અધ્યક્ષ લક્ષ્મણે કહ્યું હતું કે, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અહીં સોમવારે સવારે સદસ્યતા અભિયાનમાં ભાગ લેશે. બપોર બાદ તેઓ પાછા દિલ્હી જવા રવાના થઈ જશે.