બેઠક પુર્ણ થયા બાદ પ્રહલાદ જાેષીએ મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે બધા જ વિપક્ષી દળો અને પ્રધાનો શામેલ થયા હતા.
તેની સાથે જ ભાજપાના સંસદીય પક્ષના કાર્યકારી સમિતિના વડાપ્રધાન નરેંન્દ્ર મોદીના નેતૃત્વમાં રણનીતિ તૈયાર કરવા આ બેઠક યોજાઇ હતી. આ સત્ર 26 જુલાઇના રોજ સમાપ્ત થશે.
ભાજપાની આગેવાનીમાં રાજગ પાસે 545 લોકસભામાંથી 353 સભ્ય છે. પરંતુ 245 બેઠકની રાજ્યસભા પાસે માત્ર 102 જ સભ્ય છે.
ત્રણ તલાક સિવાય સંસદમાં રજૂ કરેલા બીલમાં કેંન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન બીલ, 2019 અને આધાર અને અન્ય કાયદા બીલ 2019 પણ શામેલ છે.
લોકસભાનું પ્રથમ સત્ર 17 જૂનથી શરૂ થશે. આર્થિક સર્વેક્ષણ 4 જુલાઇ અને બજેટ 5 જુલાઇએ રજુ કરાશે.