મળતી માહિતી અનુસાર, પોલીસ અને અર્ધલશ્કરી દળોનો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ બીજા અલગાવવાદી નેતાની અટકાયત થવાની પુષ્ટી કરવામાં આવી નથી.
ગૃહ મંત્રાલયના અર્ધલશ્કરી દળોની 100 કંપનીઓને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી છે. યાસીન મલિકની ધરપકડ એટલા માટે અગત્યની છે કારણ કે માત્ર 2 દિવસ બાદ જ સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 35-A પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે.
યાસીન મલિકને શ્રીનગરના માઈસુમામાં સ્થિત ઘરમાંથી સુરક્ષાદળે ધરપકડ કરવામાં આવી છે. બાદ પૂરપરછ માટે તેને કોઠીબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બંધારણની કલમ 35-A પર સુનાવણી પહેલા સાવચેતીના વહીવટીતંત્રે આ પગલું લીધું છે. કલમ 35-A જોગવાઈ જમ્મુ-કાશ્મીરના બહારના વ્યક્તિને આ રાજ્યમાં સ્થાવર મિલકત ખરીદી પર પ્રતિબંધ કરે છે. બંધારણની આ કલમ ને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે.
આ પહેલા ગૃહ મંત્રાલયના નિર્દેશ પર જમ્મુ-કાશ્મીર વહીવટને 22 અલગાવવાદી નેતાઓની સુરક્ષા અને સરકારી સુવિધાઓ પરત લઈ લીધી હતી. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીરની 155 રાજકીય વ્યક્તિત્વએ સુરક્ષામાં ફેરફાર કર્યા હતા. આ સૂચિમાં યાસીન મલિકનું નામ પણ હતું. અલગતાવાદી નેતાઓ અને રાજકીય વ્યક્તિત્વની સુરક્ષામાં 1000થી વધારે પોલીસકર્મીઓ અને 100 જેટલી સરકારી ગાડીઓ મુકવામાં આવી હતી, તેને પરત લેવામાં આવી છે. સરકારના પગલે પ્રતિક્રિયા આપતા યાસીન મલિકે કહ્યું કે સરકારે તેને કોઈ સુરક્ષા આપવામાં આવી નથી.
પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર આતંકવાદી હુમલાના 8 દિવસ બાદ આ કાર્યવાહી સામે આવી છે. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થઈ ગયા હતાં.