ETV Bharat / bharat

ઝારખંડમાં 5 વાગ્યા સુધીમાં 60.42 ટકા મતદાન થયું - jharkhand election

રાંચીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કામાં શરૂ થઈ ગયું છે. જેમાં 20 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ મતદાનમાં મુખ્યપ્રધાન રઘુવર દાસની જમશેદપુર પૂર્વ બેઠક પણ સામેલ છે. જ્યાં પક્ષના બળવાખોર નેતા સરયુ રાય સામે લડી રહ્યાં છે. જેથી આ બેઠક રસપ્રદ બની છે. આજે રાજ્યની 20 બેઠકો પર કુલ 260 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. PM મોદીએ વધુ મતદાની અપીલ કરતા જણાવ્યું કે, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ પર્વને સફળ બનાવવા અનુરોધ કરૂં છું.

election
election
author img

By

Published : Dec 7, 2019, 9:03 AM IST

Updated : Dec 7, 2019, 9:17 PM IST

  • ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, અત્યાર સુધી 45 ટકા મતદાન
  • સવારે 9 વાગ્યા સુધીમાં 13.03% મતદાન થયું
  • જમશેદપુર પૂર્વી અને જમશેદપુર પશ્ચિમી વિધાનસભા વિસ્તારમાં શનિવારે સવારે7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મતદાન
  • 18 વિધાનસભા વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી મતદાન
  • બીજા તબક્કાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન રઘુવર દાસ સહિત 260 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં
  • 2014ની ચૂંટણીમાં આ 20 સીટ પર 68.01 ટકા મતદાન થયું

તમામ મતદાન બૂથો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાનના બીજા તબક્કાની સુરક્ષા વ્યવસ્થામાં 40,000 સૈનિકોને તૈનાત કરવામાં આવ્યાં છે. નક્સલવાદી વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિધાનસભા બેઠકોની વિશે વાત કરીએ તો, જમશેદપુર પૂર્વ બેઠક પર 20 ઉમેદવારો અને જમશેદપુર (પશ્ચિમ) બેઠક પર પણ 20 ઉમેદવારો મેદાનમાં છે.

  • झारखंड विधानसभा चुनाव में आज दूसरे दौर का मतदान है। सभी मतदाताओं से मेरा आग्रह है कि वे अधिक से अधिक संख्या में मतदान कर लोकतंत्र के इस उत्सव को सफल बनाएं।

    — Narendra Modi (@narendramodi) December 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ તબક્કામાં મુખ્ય પ્રધાન રઘુવરદાસ, સ્પીકર ડો.દિનેશ ઉરાંવ, ભાજપના બળવાખોર સરયુ રાય, પ્રધાન નીલકંઠસિંહ મુંડા, રામચંદ્ર સહિસ, ભાજપના પ્રદેશ પ્રમુખ લક્ષ્મણ ગિલુવા, જેડીયુના પ્રદેશ પ્રમુખ સાલખન મુર્મુ સહિત ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બીજા તબક્કાના મતદાનની સુરક્ષા વ્યવસ્થામાં 40,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. નક્સલવાદી વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર કડક સુરક્ષા ગોઠવાઈ છે.

ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી વિજયકુમાર ચૌબેએ જણાવ્યું હતું કે, 20 વિધાનસભા મત વિસ્તારોમાં કુલ 48, 25,038 મતદારો છે, જેમાંથી 23,93,437 મહિલાઓ છે. મતદાન માટે કુલ 6, 066 બૂથ બનાવવામાં આવ્યા છે. જેમાં 1,016 બૂથ શહેરી અને બાકીના ગ્રામીણ વિસ્તારોમાં છે. આ સિવાય 1,662 મતદાન મથકો પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Intro:Body:

sg

Conclusion:
Last Updated : Dec 7, 2019, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.