- 1999માં ઝારખંડ કોલસા કૌભાંડ મામલો
- પૂર્વ કેન્દ્રિય પ્રધાન દિલીપ રે દોષિત જાહેર
- 21 વર્ષ બાદ સીબીઆઈ વિશેષ કોર્ટનો ચુકાદો
નવી દિલ્હીઃ 6 ઓક્ટોબરે રાઉજ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ ભરત પરાશરે 1999માં ઝારખંડ કોલસા બ્લોકની ફાળવણીમાં ગોટાળા સંબંધિત એક કોલસા કૌભાંડ મામલે દિલીપ રેને દોષિત જાહેર કર્યા હતા. આ મામલો ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં 105.153 હેક્ટર ગેરરાષ્ટ્રીયકૃત અને ત્યજી દેવાયેલા કોલસા ખાણ વિસ્તારના ફાળવણીને સંબંધિત છે, જે 1999માં કોલસા મંત્રાલયની 14મી સ્ક્રિનિંગ કમિટિ ઓફ કાસ્ટ્રોન ટેક્નોલોજી લિમિટેડના પક્ષમાં હતો. અટલ બિહાર વાજપેયી સરકારમાં પ્રધાન રહેલા દિલીપ રે ઉપરાંત, કોલસા મંત્રાલયના બે પૂર્વ વરિષ્ઠ અધિકારી પ્રદીપકુમાર બેનર્જી, તત્કાલીન એડિશનલ સેક્રેટરી અને નિત્યાનંદ ગૌતમ, પૂર્વ સલાહકાર, અને કાસ્ટલ ટેક્નોલોજી લિમિટેડ, તેના નિર્દેશક મહેન્દ્રકુમાર અગરવાલા અને કેસ્ટ્રોન માઈનિંગ લિમિટેડને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
જાણો... કોણ છે દિલીપ રે?
દિલીપ રે બીજુ જનતા દળ (બીજેડી)ના સંસ્થાપક રહી ચૂક્યા છે. બીજુ પટનાયકના ખૂબ જ નજીક હતા. જોકે બાદમાં દિલીપ રે પાર્ટી બદલી ભાજપમાં જોડાયા હતા. 2014માં તેઓ ભાજપની ટિકિટ પર રાઉરકેલાથી ધારાસભ્ય પણ બન્યા હતા. રેએ 2019ની ચૂંટણી પહેલા ભાજપ છોડી દીધી અને આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ મામલે પોતાનું વચન નથી નિભાવ્યું. આ મામલો 1999માં ઝારખંડ કોલસા બ્લોકની ફાળવણીમાં અનિયમિતતાઓથી સંબંધિત છે. જ્યારે દિલીપ રે અટલ બિહારી વાજપેયી સરકારમાં કોલસા રાજ્ય પ્રધાન હતા. આ મામલો ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં 105.153 હેક્ટર ગેરરાષ્ટ્રીયકૃત અને ત્યજી દેવાયેલા કોલસા ખાણ વિસ્તારના ફાળવણીને સંબંધિત છે.
સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં જાણો શું કહ્યું હતું...
સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં કહ્યું હતું કે, બ્રહ્મડીહ કોલસા બ્લોકની ફાળવણી માટે કોલસા મંત્રાલયને મે 1998માં સીટીએલે અરજી કરી હતી, પરંતુ કોલ ઈન્ડિયા લિમિટેડે મંત્રાલયને કહ્યું ખાણકામ જોખમી હોઈ શકે છે કારણ કે કોલસા બ્લોક એ પાણીથી ભરાયેલું હતું. 23 એપ્રિલ 1999માં ફરી દિલીપ રે કાર્યાલયમાં ફાઈલ મોકલી હતી અને 12 મે 1999એ સીટીએલે પ્રધાનને એક નવું પ્રતિનિધિત્વ સોંપતા કહ્યું હતું કે, આ અરજી પર ઝડપથી વિચાર કરવામાં આવી શકે છે.