- રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત
- 8 લોકોના ઘટનાસ્થળે મોત
- તમામ લોકો એક જ પરિવારના સભ્યો
ટોંક (રાજસ્થાન): રાજ્યમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોના મોત થયા હતા. આ તમામ લોકો શેખાવાટીના સિકર જિલ્લા સ્થિત ખાટૂશ્યામજીના દર્શન કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
- મોડી રાત્રે સર્જાયો અકસ્માત
પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારની રાત્રે 2.30 કલાકની આસપાસ નેશનલ હાઇવે-12 પર ટોંક નજીક સદર થાણે વિસ્તારમાં આ અકસ્માતની ઘટના ઘટી હતી. જાણકારી અનુસાર આ લોકો રાત્રે 9 વાગ્યાની આસપાસ ખાટૂશ્યામજીથી રવાના થયા હતા. આ પરિવાર એક જીપમાં સવાર હતો. રસ્તામાં ટોંક પાસે એક પુલ પર શ્રદ્ધાળુઓની જીપને ટ્રેલરે પાછળથી ટક્કર મારી હતી. જેમાં આ જીપ પુલની દિવાલ અને ટ્રક વચ્ચે ફસાઇ હતી.
- પોલીસ ઘટના સ્થળે પહોંચી
આ ઘટનામાં ટ્રેલરે યાત્રિકોની જીપને ટક્કર મારી હતી. ઘટનામાં સામેલ તમામ લોકો મધ્ય પ્રદેશના રહેવાસી છે અને એક જ પરિવારના છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરું કર્યું હતું.
- ટ્રક અને જીપના બંને ચાલકો ફરાર
ઘટનામાં 8 લોકોના સ્થળ પર જ મોત થયા હતા અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. મૃતકોમાં 4 પુરુષ, 2 મહિલા અને 2 બાળકો સામેલ છે. ઘટના બાદ ટ્રેલર ચાલક અને ક્લિનર ફરાર થયા હતા. જીપના ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તે પણ ફરાર થયો છે. ઘટનાની સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.