નવી દિલ્હી. JEEની મેઇન / એડવાન્સ્ડ અને NEET 2020 ની પરીક્ષાઓ વિશે મોટા સમાચાર આવ્યા છે. માનવ સંસાધન વિકાસ પ્રધાન ડો.રમેશ પોખરીયાલ નિશંકે જણાવ્યું હતું કે JEE ની અને NEET 2020ની પરિક્ષા મુલતવી રાખવામાં આવી છે. આ માટે નવી તારીખ જાહેર કરવામાં આવી છે.JEE મેઈન / એડવાન્સ્ડ અને NEET 2020 ની પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે.
રમેશ પોખરીયાલ નિશંકે ટ્વિટ કર્યું છે કે, "વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અને ગુણવત્તાયુક્ત શિક્ષણને સુનિશ્ચિત કરીને, અમે JEE અને NEET ની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે." JEE Mainની પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે લેવામાં આવશે. JEE એડવાન્સ્ડની પરીક્ષા 27 સપ્ટેમ્બરે અને NEET પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે.