ETV Bharat / bharat

બિહારઃ પ્રધાન શ્યામ રજક છોડી શકે છે જેડીયૂનો સાથ - લાલુ પ્રસાદ યાદવ

બિહાર વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ નેતાઓનું પક્ષ બદલવાનું શરૂ થઈ ગયું છે. શ્યામ રજક જેવા નેતાનું જેડીયૂનો સાથ છોડવાથી પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે.

party
પ્રધાન શ્યામ રજક છોડી શકે છે જેડીયૂ
author img

By

Published : Aug 16, 2020, 10:25 PM IST

પટનાઃ બિહારના ઉદ્યોગ પ્રધાન શ્યામ રજકે પાર્ટી બદલવાની તૈયારી કરી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સોમવારે તેઓ પ્રધાન પદ સાથે વિધાનસભાના સદસ્ય પદ પરથી પણ રાજીનામું આપી શકે છે અને આ સાથે જ આરજેડીનું સભ્ય પદ પણ લઈ શકે છે. નીતીશ સરકાર માટે શ્યામ રજકનો સાથ છોડવું એ મોટા ઝટકાથી ઓછું ન કહી શકાય.

party
શ્યામ રજક છોડી શકે છે જેડીયૂ

શ્યામ રજકે જેડીયૂનો સાથ છોડી રાષ્ટ્રીય જનતા દળનો સાથ આપવાનું નક્કી કર્યું છે. તેઓ લાંબા સમયથી જેડીયૂથી નારાજ હતા. જેથી ચૂંટણી પહેલા જ તેમણે પાર્ટી અને પદ બન્નેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયને લઈને તેઓએ એક બેઠક પણ યોજી છે.

નારાજગીનું કારણ

કહેવામાં આવી રહ્યું છે કે, શ્યામ રજકને પ્રધાનમંડળમાં જગ્યા તો આપવામાં આવી હતી પરંતુ તેઓ સતત પાર્ટીમાં તેની અવગણના થતી હતી. જેથી તેઓ લાંબા સમયથી નારાજ ચાલતા હતા. ત્યાં સુધી કે પાર્ટીની વર્ચ્યુઅલ સમ્મેલનમાં પણ શ્યામ રજકને વરિષ્ઠ નેતાઓની ટીમમાં સ્થાન નહોતુ અપાયું. તેઓ પાર્ટીના તમામ કાર્યકર્તાઓથી પણ દૂર હતા.

લાલુના રામ અને શ્યામ

શ્યામ રજકે છેલ્લા થોડા દિવસોમાં દલિતોના મુદ્દે તમામ દળ સાથે બેઠક યોજી હતી. તેના કારણે પાર્ટીના અનેક લોકો આ કારણે ખુશ નહોતા. આપને જણાવી દઈએ કે, શ્યામ રજક એક સમયે આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના ખુબ જ નજીકમાના એક માનવામાં આવતા હતા. રામ કૃપાલ યાદવ અને શ્યામ રજકની જોડી લાલુના રામ અને શ્યામ માનવામાં આવતા હતા.

2009માં જેડીયૂમાં જોડાયા હતા

લાલુ પ્રસાદ યાદવને જ્યારે ઘાસચારા કૌભાંડમાં જેલથી લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે શ્યામ રજક કોર્ટ પરિસરમાં સુરક્ષા કર્મીઓ સાથે ઝઘડી પડ્યા હતા. આરજેડીના સમયમાં તેઓ ઉર્જા , સૂચના તેમજ જનસંપર્ક તેમજ વિધિ પ્રધાન રહી ચુક્યા છે. તેમણે 2009માં આરજેડીનો સાથ છોડી દિધો હતો જ્યાર બાદ તેઓ જેડીયૂમાં સામેલ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.