કેન્દ્રીય પ્રધાન જાવડેકરે કહ્યું કે, દિલ્હી જેવા શાંતિપૂર્ણ શહેરમાં નાગરિકતા સુધારા કાયદા પર ખોટી સૂચના ફેલાવીને જેવી માહોલ બનાવવામાં આવ્યો, અને સંપતિને જે નુકસાન થયું, તે માટે કોંગ્રેસ અને AAP જવાબદાર છે. બંને પાર્ટીઓએ લોકોની માફી માગવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ETV ભારતની સાથે એક ઈન્ટરવ્યૂમાં પી. ચિદમ્બરમે કહ્યું કે, દિલ્હીમાં CAAના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પાર્ટી પણ સામેલ હતી.