જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં બોલતા કાશ્મીરની જનતાને કહ્યું હતું કે, હું તમને કહેવા માગુ છું કે, તમારી ઓળખાણ ખતરામાં નથી. તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી, ભારતનું સંવિધાન દરેક રાજ્યની સ્થાનિયતાને વિસ્તરવાનો અવસર આપે છે. અહીં આ અવસર પર ભારે માત્રામાં લોકો એકઠા થયા હતાં.
![ani twitter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4141921_thumflgmfl.jpg)
રાજ્યપાલ સત્યપાલ મલિકે 370ના કેન્દ્રના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો.જમ્મુ કાશ્મીરના વિકાસ માટે નવા દ્વાર ખુલશે, કાશ્મીરના લોકોને તેનાથી ઘણો લાભ મળશે.
![ani twitter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4141921_thujkgfbgkb.jpg)