ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં 8 જુલાઈથી ઉદ્યાનો અને બગીચા ખુલશે - જમ્મુ કાશ્મીરમાં અનલોક

જમ્મુ-કાશ્મીર પ્રશાસને જાહેરાત કરી કે, 8 જુલાઇથી કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ ઉદ્યાનો અને બગીચા લોકો માટે ખોલવામાં આવશે.

ETV BHARAT
જમ્મુ-કાશ્મીરમાં 8 જુલાઈથી ઉદ્યાનો અને બગીચા ખુલશે
author img

By

Published : Jul 8, 2020, 5:05 AM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર પ્રશાસને જાહેરાત કરી કે, 8 જુલાઇથી કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ ઉદ્યાનો અને બગીચા લોકો માટે ખોલવામાં આવશે. એક અધિકૃત પ્રવક્તાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના નાયબ રાજ્યપાલના સલાહકાર બશીર અહમદ ખાને મંગળવારે આ જાહેરાત કરી છે.

ખાને ભારપૂર્વક કહ્યું કે, તમામ લોકોએ કોવિડ-19 મહામારીને લગતા ધોરણો અને તબીબી સલાહનું કડક રીતે પાલન કરવું પડશે.

તેમણે લોકોને અનુરોધ કર્યો તે, તમામ લોકો માસ્ક પહેરવા સાથે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી બાગ-બગીચામાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ખાને સાવચેતીનાં પગલાંનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારવાનો આદેશ પણ આપ્યો છે.

અધિકારીઓએ ખાનને માહિતી આપી છે કે, બગીચાઓ અને ઉદ્યાનોના પ્રવેશદ્વાર પર લોકોના શરીરનું તાપમાન તપાસવામાં આવશે. આ ઉપરાંત પાર્ક અને બગીચાઓમાં મુલાકાતીઓના ઉપયોગ માટે હેન્ડ સેનિટાઇઝર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.