માધવે કહ્યુ કે, આજ સુધી જે કાંઈ પણ કાશ્મીરમાં થયું છે. તેનાથી કેટલાક પરિવારો અને નેતાઓનો વિકાસ થયો છે. પરંતુ આજે જે કાંઈ પણ થઈ રહ્યું છે. તે આ રાજ્યમાં લાખો પરિવાર માટે થઈ રહ્યું છે. કાશ્મીરી જનતા માટે થઈ રહ્યું છે. હવે જમ્મુ અને કાશ્મીર માટે માત્ર 2 રસ્તા છે. શાંતિ અને વિકાસ જે વચ્ચે કોઈપણ આવશે. તેનો સામનો કરાશે.
ભાજપ નેતા રામ માધવ ટાગોર હોલમાં સંમેલન સંબોધન આપી રહ્યા હતા. કલમ 370 દુર કર્યા બાદ આ 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યના વિભાજન બાદ કાશ્મીરમાં પ્રથમ રાજકીય સભા હતી.
કલમ 370 દુર કર્યા બાદ આ માધવનો ઘાટીમાં પ્રથમ પ્રવાસ હતો.'જો 200-300 લોકોને જેલમાં રાખી કાશ્મીરમાં શાંતિ અને વિકાસ રાખી શકાય તો તેમને જેલમાં જ રાખો.રામ માધવે કહ્યું કે, શાંતિ ભંગ કર્યા વગર રાજનીતિ કરી શકો છો. પરંતુ કેટલાક નેતાઓ જેલની અંદર બેસી બંદુક ઉઠાવવા ઉશકેરી રહ્યા છે. હું એ નેતાઓને કહેવા માંગીશ કે પ્રથમ આગળ આવી પોતાનું બલિદાન આપે.'
ભાજપના નેતાએ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાન પર કટાક્ષ કરતા કહ્યું કે, 'તેઓ તેમના દેશને કઈ રીતે સંભાળવાનો છે તેની ચિંતા કરવાના બદલે દર વખતે કાશ્મીરની જ વાત કરે છે. રામ માધવે કહ્યું કે, ઈમરાન ખાન દિવસમાં એકથી વધુ વખત કાશ્મીરનો મુદો ઉઠાવે છે.
આપણા સૌનિકો સતર્ક છે. પછી તે સીમા પાર ગોળીબાર હોય કે પછી આતંકવાદ હોય હું જ્યાં પણ જાવ છું ત્યાં કાશ્મીર માટે જે કાંઈ પણ કરવાનું હતું. તે મોદીએ કર્યુ છે. હવે સમગ્ર ભારતના લોકોને કાશ્મીરી લોકોને ગળે લગાડવાનો છે.