માનવામાં આવે છે કે, એસ જયશંકર પી.એમ મોદીના રાહ પર ચાલશે. આ યાત્રા દરમિયાન તેઓ ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યલ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે,આ દરમિયાન ભુતાનના પી.એમ ડૉ. લોટેય શેરિંગ પણ ત્યાં હાજર રહેશે.
આ સાથે જ જયશંકર પોતાની સમકક્ષ ડૉ.ટાંડી દોરજી સાથે પણ મુલાકાત કરશે. વિદેશ પ્રધાન આ યાત્રા દરમિયાન બંન્ને દેશોનો પોતાના દ્વિપક્ષી સંબંધો, ઉચ્ચ સ્તરના આદાન-પ્રદાન, આર્થિક વિકાસ અને પાણી-વિદ્યુત સહકાર પર ચર્ચા કરશે. મહત્વનું છે કે ,2014 માં સત્તામાં આવ્યા પછી મોદીએ પોતાની સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીની હેઠળ ભુતાનને પોતાની પ્રથમ વિદેશ યાત્રા તરીકે પસંદ કરી હતી.