નવી દિલ્હી: રશિયા, ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની મંગળવારે વર્ચ્યુઅલ બેઠક થઈ રહી છે. ગલવાન અથડામણ પછી આ પહેલી વાર છે, જ્યારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સામ-સામે વાત કરી રહ્યા છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી આ બેઠકમાં રશિયા, ભારત અને ચીનના વિદેશ પ્રધાનો સામેલ છે.
વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે કહ્યું કે, આ વિશેષ બેઠક આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમય- સિદ્ધાંતો અંગેના અમારા વિશ્વાસને પુનરાવર્તિત કરે છે, પરંતુ આજે પડકાર ધારણાઓનો નથી, પરંતુ સમાન રીતે તેનો અભ્યાસ કરવાની જરૂર છે.
વિદેશ પ્રધાને બેઠકની શરૂઆતમાં કહ્યું હતું કે, "વિશ્વના મુખ્ય અવાજોને દરેક રીતે અનુકરણીય હોવું જોઈએ." આપણે આંતરરાષ્ટ્રીય કાયદાઓની કાળજી લેવી, આપણા સાથીઓના હિતોને ધ્યાનમાં રાખવું, બહુપક્ષીયતાને ટેકો આપવો અને કોઇ સારા કામને પ્રોત્સાહન આપવું જ વૈશ્વિક વ્યવસ્થા બનાવાનો એક માત્ર રસ્તો છે.
બેઠકમાં રશિયન વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે કહ્યું કે," મને નથી લાગતું કે, ભારત ચીનને બીજા કોઈની મદદની જરૂર છે. તેઓને મદદ કરવાની જરૂર છે, હાલની ઘટનાઓ બંને દેશોનો મુદ્દો છે. તે તેનું સમાધાન પોતે કરી શકે છે."