ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયું હતું. સરકારના આ નિર્ણયથી જમ્મુ કાશ્મીરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેથી તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કર્યુ હતું.
પરિસ્થિતી પર કાબૂ મેળવવા માટે લેન્ડલાઈન અને ઈન્ટરનેટ સુવિધાઓ પણ બંધ કરવામાં આવી હતી. જો કે, કેટલીક જગ્યાઓએ આ સેવાઓ સરકાર દ્વારા ફરીથી શરૂ કરવામાં આવી હતી. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.