મુંબઇ: સલમાનના પનવેલ ફાર્મહાઉસમાં પણ વાવાઝોડાની અસર થઇ હતી. મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભયંકર દ્રશ્ય જોવા મળ્યા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા સલમાનના ફાર્મહાઉસની કેટલીક ચોંકાવનારી તસ્વીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, વાવાઝોડા પછી ફાર્મહાઉસની હાલત કાવી બની છે.
ખરેખર, યુલિયા વંતુર આ દિવસોમાં સલમાન સાથે તેના ફાર્મ હાઉસમાં રહે છે. યુલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તોફાન પહેલા અને પછીનો દ્રશ્ય સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.
યુલિયા વંતૂરે જે તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે. તેમાં જોરદાર પવન, વરસાદ, તૂટેલા વૃક્ષો અને વિનાશના અનેક પુરાવા જોવામાં આવી રહ્યા છે. તે જ સમયે, યુલિયાએ તોફાન પછીની પણ આ તસ્વીરો શેર કરી છે, તેના ફાર્મહાઉસ પર ઘણા મોટા ઝાડ પડી ગયા હતા. અહેવાલો અનુસાર સલમાનનું આ ફાર્મ હાઉસ 150 એકરમાં છે. જેની અંદર 3 બંગલા, જિમ, પૂલ, ઘરેલું પ્રાણીઓ અને 5 ઘોડા છે.
યુલિયા લોકડાઉન દરમિયાન સલમાન ખાનના ફાર્મ હાઉસમાં રોકાઈ છે. અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ અને સલમાન ખાનની બહેન અર્પિતા ખાન તેમના આખા પરિવાર સાથે ત્યા રોકાઇ હતી. દરેક જણ લોડાઉનનાં નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યા છે..
લકડાઉન દિવસોમાં સલમાન પણ તેના ઘરે સમય પસાર કરે છે, પરંતુ આ સમય દરમિયાન તે સોશિયલ મીડિયા દ્વારા સતત તેના ચાહકો સાથે જોડાયેલો રહે છે અને તેના મનોરંજનનું પણ ખાસ ધ્યાન રાખે છે. પોતાના ફાર્મ હાઉસમાં બંધ હોવા છતાં સલમાને અત્યાર સુધી ચાહકો માટે ત્રણ મ્યુઝક વીડિયો રજૂ કર્યા છે.