ISRO એ વર્ષ 2020ના પહેલા મિશનના ભાગરૂપે સંચાર ઉપગ્રહ GSAT-30ને લોન્ચ કર્યો છે. જેની મદદથી સંચાર પ્રણાલી વધું સારી બનશે. આ સેટેલાઈટને એરિયન-5 VA251 રોકેટના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચના થોડા જ સમયમાં GSAT-30થી એરિયન-5નો ઉપરી ભાગ સફળતાપૂર્વક અલગ થઈ ગયો હતો.
GSAT-30 એક શક્તિશાળી સેટેલાઈટ છે. આ INSAT-4A સેટેલાઈટની જગ્યાએ કામ કરશે. જેની મદદથી દેશમાં ઈન્ટરનેટની સુવિધામાં સુધારો આવશે. ISROના જણાવ્યાં મુજબ, આ સેટેલાઈટની કવરેજ ક્ષમતા વધુ છે.