ETV Bharat / bharat

શું તમારું સેનિટાઇઝર સુરક્ષિત છે? - ઇથેનોલ

કૉવિડ-19 થયા પછી હેન્ડ સેનિટાઇઝર સંપૂર્ણ જરૂરિયાત બની ગયું છે. પરંતુ તેને પસંદ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. ઉતરતી કક્ષાના અને નકલી સેનિટાઇઝરથી બજાર છલકાય છે. અનેક કંપનીઓ લોકોના ભયને અંકે કરવા માગે છે અને સુરક્ષાનાં ધોરણોને હાંસિયે મોકલી દેવા માગે છે. એફડીએ ઇથેનોલની ભલામણ કરે છે, ત્યારે મેન્યુફૅક્ચરરો તેના બદલે સસ્તા વિકલ્પ મિથેનોલનો ઉપયોગ કરે છે. આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે મિથેનોલના સંપર્કથી અનેક ઝેરી અસર થઈ શકે છે. નકલી સેનિટાઇઝર એકમો અંગે ફરિયાદો મળ્યા પછી, તેલંગણા સરકારનું ડ્રગ્ઝ નિયંત્રણ પ્રશાસન કાર્યરત્ બન્યું. તેણે ડ્રગ્ઝ નિરીક્ષકો (ઇન્સ્પેક્ટરો)ને રાજ્યમાં દરેક જિલ્લામાં સેનિટાઇઝર નમૂનાઓ એકત્ર કરવા માટે આદેશ આપ્યો.

a
શું તમારું સેનિટાઇઝર સુરક્ષિત છે?
author img

By

Published : Jun 29, 2020, 7:59 PM IST

અસરકારક સેનિટાઇઝર કઈ રીતે શોધવું?

પાણી જેવા પાતળા, પ્રવાહી સેનિટાઇઝર વધુ અસરકારક છે. હાથ પર લગાડ્યા પછી, સેનિટાઇઝર 60 સેકન્ડની અંદર બાષ્પીભૂત થઈ જવું જોઈએ. ચોંટે તેવું અથવા ચીકણું સેનિટાઇઝર ત્વચાની એલર્જી કરે છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે ગ્રાહકોએ આલ્કૉહૉલવાળાં સેનિટાઇઝર જેમાં ઓછામાં ઓછું 60 ટકા ઇથેનોલ હોય તે વાપરવું જોઈએ. હાથનું સેનિટાઇઝર વાપરતી વખતે તમારે હાથ ઓછામાં ઓછા 20થી 30 સેકન્ડ સુધી એકબીજા સાથે ઘસવા જોઈએ.

ઇથેનોલ કે મિથેનોલ?

મિથેનોલવાળા સેનિટાઇઝરમાં જોખમ રહેલું છે. રોગચાળાના લીધે સેનિટાઇઝરનું વેચાણ વધી ગયું છે. રંગબેરંગી પ્રવાહીથી ભરેલી આકર્ષક બૉટલ સુપરમાર્કેટ અને મેડિકલ દુકાનોમાં પ્રદર્શન માટે મૂકાય છે. આપણે બહુ શ્રદ્ધાથી આપણા હાથને સેનિટાઇઝરથી સ્વચ્છ કરીએ છીએ, પણ આપણામાં મોટા ભાગના જાણતા નથી કે તેને બનાવવામાં શું વપરાયું છે. સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી) જેમાં 60 ટકા ઇથેનોલ (ઇથાઇલ આલ્કોહોલ) અથવા 70 ટકા ઇસોપ્રોપેનોલ (ઇસોપ્રૉપાઇલ આલ્કોહોલ)થી વધુ પ્રમાણ હોય તેવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે. મિથેનોલ (મિથાઇલ આલ્કોહોલ)માંથી બનેલા સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સામે તે સલાહ આપે છે.

શું મિથાઇલ આલ્કોહોલ ખતરનાક છે?

યુએસએફડીએએ ગ્રાહકોને મિથેનોલના ઉપયોગ કરવા સામે સેનિટાઇઝર ટાળવા કહ્યું છે. મિથાઇલ આલ્કોહોલ જ્યારે ત્વચામાં જાય કે શોષાય ત્યારે જોખમી સાબિત થઈ શકે છે. મોટા પ્રમાણમાં જો તે વપરાય તો તે ઘાતક સાબિત થઈ શકે છે. મિથેનોલથી અરુચિ, ઉલટી, આંખે ઝાંખપ આવવી અને તાણ વગેરે જીવલેણ અસરો થઈ શકે છે. નાનાં બાળકો મિથેનોલની ઝેરી અસરથી સૌથી વધુ પીડિત થઈ શકે છે.

કેટલી માત્રા વધુ માત્રા છે?

સીડીસીએ સેનિટાઇઝરોના અતિશય ઉપયોગ સામે ચેતવણી આપી છે. સેનિટાઇઝર જીવાણુને મારવા માટે અસરકારક છે પરંતુ તેની અનેક અનિચ્છનીય આડ અસરો જેમ કે હાથ પર ચીરા પડવા કે ફૉલ્લા પડવા વગેરે થઈ શકે છે. બૅક્ટેરિયા વિરોધી તત્ત્વો સાથેનાં હેન્ડ સેનિટાઇઝર એન્ટિબાયૉટિક પ્રતિરોધના વિકાસમાં પ્રદાન કરી શકે છે.

હૈદરાબાદ ખાતે ડ્રગ નિયંત્રણ પ્રશાસનના સંયુક્ત નિયામક ડૉ. નવીનકુમારે એનાડુને કહ્યું કે 'હૂ'એ હેન્ડ સેનિટાઇઝર માટે ફૉર્મ્યુલાની ભલામણ કરી છે. ભારતમાં આપણે માત્ર ત્રણ કે ચાર સક્રિય તત્ત્વો જ વાપરીએ છીએ. ઇથેનોલના બનેલા સેનિટાઇઝર સૌથી સુરક્ષિત અને સૌથી અસરકારક પણ છે. મિથેનોલ સસ્તો અને પુષ્કળ મળે છે. હકીકતે, મિથેનોલને ઇથેનોલથી અલગ પાડવો મુશ્કેલ છે. અમારામાં ધ્યાનમાં આવ્યું છે કે અનેક કંપનીઓ મિથેનોલ આધારિત સેનિટાઇઝરનું ઉત્પાદન કરી રહી છે. અમે તેમની સામે કઠોર પગલાં લેવાં જઈ રહ્યાં છીએ.

ચર્મરોગ નિષ્ણાત (ડર્મેટૉલૉજિસ્ટ) ડૉ. પુત્તા શ્રીનિવાસનો મત છે કે હાથ ધોવા માટે સાબુ અને પાણી સૌથી અસરકારક રસ્તો છે. જ્યારે સેનિટાઇઝરનો ઉપયોગ કરો ત્યારે પથારીમાં જતા પહેલાં તમારા હાથને ભીનાં કરી લો. ત્વચામાં તે ચાલ્યું જાય તો ઘાતક સાબિત થઈ શકે છે, તેથી બાળકોને સેનિટાઇઝરથી, ખાસ કરીને રંગીન અને સુગંધી સેનિટાઇઝરથી દૂર રાખવાં જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.