ETV Bharat / bharat

જીવલેણ જંતુનાશકોનો અંત?

ભારત સરકારના કૃષિ અને ખેડૂતોના કલ્યાણ મંત્રાલયે વ્યાપક રીતે વપરાતાં ૨૭ જંતુનાશકોના વપરાશ પર પ્રતિબંધ મૂકતું ડ્રાફ્ટ ગેઝેટ જાહેરનામું બહાર પાડ્યું છે. પ્રતિબંધ સામે વાંધા દાખલ કરવા માટે મંત્રાલયે ઉદ્યોગો અને મેન્યુફૅક્ચરરોને ૪૫ દિવસનો સમય આપ્યો છે. ડાંગર, શાકભાજી, ફળો અને મસાલાઓની ખેતી માટે ભારતીય ખેતરો આ જંતુનાશકોનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. કેન્દ્રએ કહ્યું કે આ જંતુનાશકોથી માનવોને અને પ્રાણીઓના જીવને જોખમ છે.

a
જીવલેણ જંતુનાશકોનો અંત?
author img

By

Published : Jun 1, 2020, 4:22 PM IST

હૈદરાબાદઃ સૂચિમાં લોકપ્રિય અણુઓ જેમ કે મોનોક્રૉટોફૉસ, ક્વિનલફૉસ અને ઑક્સિફ્લુઑર્ફન સહિતના જંતુનાશકોનો સમાવેશ થાય છે. ખૂબ જ ઝેરી જંતુનાશક એવું મૉનૉક્રૉટૉફૉઝનો ખેડૂતો વ્યાપક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. હકીકતે, જંતુનાશક પર લાલ લેબલ આવે છે જેનો અર્થ થાય છે તે ખૂબ જ ઝેરી છે. અનેક ખેડૂતો મૉનૉક્રૉટોફૉઝના ઝેરથી મૃત્યુ પામ્યા છે. આ જંતુનાશક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, માછળી અને શ્રિમ્પ નામની માછલી માટે ખૂબ જ ઝેરી છે. સ્થાનિક શાકબજારમાં મળતાં મોટા ભાગનાં શાકભાજીઓમાં મૉનૉક્રૉટોફોઝના અવશેષો પકડાયા છે. જંતુનાશકના મેન્યુફૅક્ચરરો સરકારને તેની ઝેરી અસરો વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડતા નથી. તેમણે ડાંગર, મકાઈ, મસૂરની દાળ, શેરડી, કપાસ, નારિયેળ, કૉફી, ધાણાભાજી પર જંતુનાશક છાંટવા અને પાક લણવા વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ તે વિશે પણ સ્પષ્ટતા કરી નથી. આવી વિસંગતતાઓના કારણે ખેડૂતો જંતુનાશકો છાંટ્યા પછી તરત જ પાક લણી રહ્યા છે જેના કારણે ભોજનમાં રસાયણના અવશેષો જોવા મળે છે. જે લોકો આવો ખોરાક ખાય છે તે લોકો ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે. ૧૧૨ દેશોએ આ જંતુનાશકને પહેલાં જ પ્રતિબંધિત કરી દીધું છે.

ક્યુનાલ્ફૉઝ એ બીજું જંતુનાશક છે જે ભારતમાં બહુ પ્રમાણમાં વપરાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તીવ્ર ખતરાના ક્રમાંકમાં ‘મધ્યમ રીતે જોખમ’ તરીકે ક્રમાંકિત કર્યું છે. તેનું વર્ગીકરણ પીળા લેબલ (ખૂબ જ ઝેરી) જંતુનાશક તરીકે કરાયું છે. તેને જુવાર, મરચાં અને કપાસના પાક પર છાંટવામાં આવે છે. તેના પર ૩૦ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુરોપીય દેશોએ તેને શ્રેણી ૧ હેઠળ સૂચિબદ્ધ કર્યું છે. આ જંતુનાશકથી શ્વાસને લગતી સમસ્યાઓ થાય છે. ક્યુનાલ્ફૉઝના મેન્યુફૅક્ચરરે મરચાંના પાક પર જંતુનાશક સામે આ જંતુનાશકની અસરકારકતાની વિગતો આપી નથી. બજારમાં તેની ત્વરિત પ્રાપ્યતાના કારણે ભારતીય ખેડૂતો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

મધ્યમ ઝેરી તૃણનાશક તરીકે વર્ગીકૃત ભલે કરાયેલ હોય, ઑક્ઝિફ્લુઑર્ફેન કેન્સરજન્ય છે. તે શ્વાસમાં જાય તો તેનાથી એનિમિયા (રક્તહીનતા) અને લિવરને નુકસાન થાય છે. બે દેશોએ તેના ઉપયોગ પર પહેલાં જ પ્રતિબંધ મૂક્યો છે. મેન્યુફૅક્ચરરોએ ડાંગર, મગફળી, ડુંગળી અને બટેટાંના પાક પર તેની શું અસર થાય છે તે સૂચિબદ્ધ કર્યું નથી. તૃણનાશક છોડ, માછલી અને શ્રિમ્પ નામની માછલી પર પ્રતિકૂળ અસર કરે છે અને સાથે તે પર્યાવરણને પણ દૂષિત કરે છે.

કેન્દ્રએ ૨૪ અન્ય જંતુનાશકો અને તેની માનવ તેમજ પ્રાણીના આરોગ્ય પર અસરને રેખાંકિત કરી છે. જ્યારે આ ખરડાને સંસદનાં બંને ગૃહની અનુમતિ મળી જશે કે આ જંતુનાશકોના સંગ્રહ, વેચાણ, મેન્યુફૅક્ચર અને પરિવહન પર પ્રતિબંધ મૂકાશે. એક કૃષિ વૈજ્ઞાનિકે એનાડુને કહ્યું કે ખેડૂતો આ જંતુનાશકોનો ઉપયોગ અટકાવી તે વધુ સારું છે. પ્રતિબંધિત સૂચિમાં સમાવવામાં આવનાર અન્ય મુખ્ય રાસાયણિક સંયોજનોમાં પેન્ડિમિથેલિન, સલ્ફોસુલ્ફુરાન, થાઇડિકાર્બ, થાઇફેનેટ મિથાઇલ, થિરામ, ઝિનેબ, ઝિરામ, મિથોમિલ, માન્કોઝેબ, મેલેથિયોન, ડાયયુરોન, ડાયનોકેપ, ડાયમિથોએટ, ડાયકોફોલ, ડેલ્ટામિથ્રિન, ૨,૪-ડી, ક્લૉરૉપાયરિફૉસ, કાર્બોફ્યુરાન, કાર્બેન્ડાઝિમ, કેપ્ટન, બ્યુટાક્લૉર, બેન્ફ્યુરાકાર્બ, એટ્રાઝિન અને એસીફેટનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.