ETV Bharat / bharat

શું સગર્ભા સ્ત્રીઓમાં બ્લડ પ્રેશર અને હાયપરટેન્શન ચીંતાજનક છે ? - brain haemorrhage

વિશ્વભરમાં કુલ ગર્ભવતી મહિલાઓના 2-10% ગર્ભવતી મહિલાઓ હાયપરટેન્શનથી અસરગ્રસ્ત થાય છે. ગર્ભાવસ્થા દરમીયાન તે અલગ અલગ કારણોસર થઈ શકે છે અને આ સમયગાળા દરમીયાન તેની સારવાર તદ્દન અલગ રીતે કરવી જોઈએ જેથી બાળકને અસર કર્યા સીવાય માતાને સુરક્ષીત રાખી શકાય. ઓબ્સ્ટેટ્રીશીયન, ગાયનેકોલોજીસ્ટ અને વ્યંધત્વના નિષ્ણાંત એવા ડૉ. પૂર્વા સહકારીએ આ વિષય પર કેટલીક રસપ્રદ માહિતી આપી હતી.

Is high BP
સગર્ભા સ્ત્રીઓમાં બ્લડ પ્રેશર અને હાયપરટેન્શન ચીંતાજનક છે
author img

By

Published : Sep 9, 2020, 8:59 PM IST

ગર્ભાવસ્થા દરમીયાન આ ચારમાંથી કોઈ પણ એક રીતે હાયપરટેન્શન થઈ શકે છે:

જ્યારે મહિલાને પ્રસુતિ પહેલા અથવા ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા (5 મહિના પહેલા) હાય બ્લડ પ્રેશરની અસર પહોંચે છે.

જ્યારે સગર્ભા મહિલા ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા (5 મહિના) પછી હાય બ્લડ પ્રેશરથી અસરગ્રસ્ત થાય છે અને તેના યુરીન ટેસ્ટ દરમીયાન તેના પેશાબમાં પ્રોટીનની હાજરી જોવા મળે છે.

જ્યારે સગર્ભા મહિલા ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા (5 મહિના) પછી હાય બ્લડ પ્રેશરથી અસરગ્રસ્ત થાય છે અને તેના યુરીન ટેસ્ટ દરમીયાન તેના પેશાબમાં પ્રોટીનની હાજરી જોવા મળતી નથી.

1 અને 2નું સંયોજન

સામાન્ય રીતે મહિલાના પ્રેગ્નેન્સી ચેક-અપ વખતે હાયપરટેન્શનની જાણ થાય છે કે જ્યારે ઓછામાં ઓછા 6 કલાકના ફર્કમાં કરાયેલા ટેસ્ટમાં બ્લડ પ્રેશર 140/90 mm Hg થી વધુ નોંધાયુ હોય છે. યુરીન ટેસ્ટ વખતે પેશાબમાં પ્રોટીનની હાજરી હાયપરટેન્શનના પ્રકારને ઓળખવામાં મદદ કરે છે.

કોને સૌથી વધુ જોખમ છે ?

  1. પ્રથમ વખતની ગર્ભાવસ્થા.
  2. જો મહિલાની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધુ હોય.
  3. જો મહિલાને આ પહેલાની પ્રસુતિ કે પ્રસુતિઓ દરમીયાન હાય બ્લડપ્રેશરની સમસ્યા હોય.
  4. જે મહિલાઓને ડાયાબીટીઝ, ઓબેસીટી, આગળની પ્રસુતિમાં હાય બ્લડપ્રેશર, ઓટોઇમ્યુન ડીસઓર્ડર, ધુમ્રપાનની આદત કે કીડનીને લગતી બીમારી હોય
  5. ટ્વીન કે મલ્ટીપલ પ્રેગ્નેન્સી
  6. સગર્ભા મહિલામાં હાય બ્લડ પ્રેશરની શરૂઆતને ઓળખવી
  7. પગમાં તેમજ હાથ અને મોં પર સોજા આવવા.
  8. માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, દ્રષ્ટિ પર અસર પડવી, પેટમાં દુખાવો થવો, અચાનક ઉબકા અને ઉલ્ટી થવી, વગેરે...
  9. ગર્ભાવસ્થા દરમીયાન હાયપરટેન્શનથી માતા અને તેના ગર્ભ બંન્ને પર અસર પહોંચી શકે છે.

સગર્ભાવસ્થા દરમીયાનની સમસ્યાઓમાં હાય બ્લડપ્રેશરનો સમાવેશ થાય છે જેમાં મહિલાને ક્યારેક હોસ્પીટલમાં દાખલ કરવી પડે છે અને ક્યારેક તાત્કાલીક ધોરણે તેની પ્રસુતિ કરાવવી પડે છે. આ પરીસ્થીતિમાં મહિલાને આંચકી આવી શકે છે, તેના યકૃતને અસર પહોંચી શકે છે તેમજ તેને ગાંઠની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત મહિલાને બ્રેઇન હેમરેજ અને સ્ટ્રોકનું પણ જોખમ રહે છે.

હાયપરટેન્શન ધરાવતી મહિલાના ગર્ભને પણ જોખમ રહે છે. આવી મહિલાઓના ગર્ભના વિકાસ પર અસર પહોંચે છે. આ ગર્ભની પ્રીમેચ્યોર ડીલીવરીનું જોખમ રહે છે તેમજ સમયથી વહેલા જન્મ થવાને કારણે તેને કેટલીક સ્મસ્યાઓ રહે છે. જન્મ સમયે બાળકનું વજન ઓછુ હોય છે તેમજ આવા બાળકનું મૃત્યુ થવાનુ જોખમ પણ રહે છે.

આવશ્યક કાળજીનું સ્તર:

આવી મહિલાઓએ વારંવાર તેના ઓબ્સ્ટેટ્રીશીયનની મુલાકાત લેવી પડે છે, તેને લોહીને લગતા કેટલાક પરીક્ષણો કરાવવા પડે છે તેમજ તેને કેટલાક સ્પેશીયલ અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણમાંથી પસાર થવુ પડે છે.

બ્લડ પ્રેશરની નિયમીત તપાસ અને એક ચાર્ટની જાળવણી સારી દેખરેખમાં ઉમેંરો કરશે.

પર્યાપ્ત ઉંઘ, આરામ, ચાલવુ કે પછી ધ્યાન કરી શકાય

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે કેટલીક મહિલાઓમાં જરૂર જણાય તો બ્લડ પ્રેશરની દવા પણ આપવાનું શરૂ કરવામાં આવે છે.

નોર્મલ ડિલિવરી કે સિઝરીયન?

આ પ્રશ્નનો જવાબ અલગ અલગ પાસાઓ પર આધારીત છે. એ સમયની પરીસ્થીતિ પરથી ડૉક્ટર નક્કી કરે છે અને દરેક કિસ્સાઓમાં પરીસ્થીતિ અને નિર્ણય અલગ અલગ હોય છે. જે કિસ્સાઓમાં વિશીષ્ટ જટીલતા અથવા પરીસ્થીતિ હોય ત્યારે સિઝરીયન કરવામાં આવે છે.

પ્રસુતિ બાદ બ્લડ પ્રેશર ફરી એક વાર નોર્મલ થઈ શકે છે ?

મોટાભાગના કિસ્સાઓમાં, હા થઈ શકે છે. જો કે કેટલીક મહિલાઓને પ્રસુતિ પછી પણ તેમની દવાઓ ચાલુ રાખવાની ફરજ પડે છે. આ બાબતે દરેક કિસ્સાઓમાં પરીસ્થીતિ અલગ અલગ હોય છે. કેટલીક મહિલાઓમાં પ્રસુતિ બાદ પણ હંમેશા માટે તેને હાયપરટેન્શનની સમસ્યા રહે છે. માટે, હાયપરટેન્શન થવાની સંભાવનાને ટાળવા માટે યોગ્ય વજન અને સારો આરોગ્યપ્રદ ખોરાકની ટેવ વિકસાવવાની સલાહ આપવામાં આવે છે.

ગર્ભાવસ્થા દરમીયાન હાય બ્લડ પ્રેશર ધરાવતી મહિલાનુ નિયમીત ચેક-અપ, માનસીક સ્વસ્થતા, પરીવારજનો અને હેલ્થકેર પર્સનની હુંફ અને કાળજીથી આવી મહિલાઓની પણ સ્વસ્થ રીતે પ્રસુતિ થઈ શકે છે.

વધુ વિગતો અને પ્રશ્નોના જવાબો મેળવવા માટે સંપર્ક કરો-drpurva1410@gmail.com

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.