IPlના ઈતિહાસની સૌથી મોટી અને બે સફળ ટીમો વચ્ચેની જંગ ખૂબ જ રોમાંચક હશે. આ બંને ટીમો વચ્ચે પહેલા IPLની ત્રણ ફાઈનલ રમાઈ ચુકી છે. જેમાં બે વખત મુંબઈને અને એક વખત ચૈન્નઈને જીત મળી હતી.
ચૈન્નઈ એક એવી ટીમ છે જે ગ્રુપ સ્ટેજમાં દમદાર ખેલ બતાવે છે. તો, મુંબઈને ધીમી શરુઆત કરનાર ટીમ તરીકે જોવામાં આવે છે. આ સીઝનમાં મુંબઈની ટીમે ધીમે ધીમે શરુઆત કરી હતી તો ચૈન્નઈ શરુઆતથી જ પૉઈન્ટસ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહી હતી અને પ્લેઓફમાં જનાર ટીમ બની ગઈ હતી. ત્યારબાદ મુંબઈએ ચૈન્નઈનું પ્રથમ સ્થાન મેળવી લીધું હતું.
સામે પક્ષે મુંબઇ પણ આઠમી વખત ફાઇનલમાં પહોંચલી ચેન્નઇને હળવાશથી ન લઈ શકે કારણ કે, ચેન્નઈ સુપર કિંગ પાસે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે, જે મોટી મેચોમાં જીત અપાવવા ટેવાયેલા છે.
સંભવિત ફાઈનલ ટીમઃ
મુંબઈ: રોહિત શર્મા (કૅપ્ટન), હાર્દિક પંડ્યા, યુવરાજ સિંહ, કુણાલ પાંડ્યા, ઇશાન કિશન (વિકૅટ કીપર), સૂર્યકુમાર યાદવ, મયંક મારકંડે, રાહુલ ચાહર, અંનૂકુલ રૉય, સિદ્ધેશ લાડ, આદિત્ય તારે, ક્વિન્ટન ડી. કૉક, એવિન લુઈસ, કેરન પોલાર્ડ , બેન કટિંગ, મિશેલ મૈક્લેનઘન, એડમ મિલ્ને, જેસન બેહરેનડૉફ, અનમોલપ્રિત સિંહ, બરિંદર સરન, પંકજ જાયસ્વાલ, રશીક સલામ,અને જસપ્રીત બૂમરાહ.
ચેન્નઈ: મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન અને વિકેટકીપર), અંબાતી રાયડુ, શેન વૉટ્સન, સુરેશ રૈના, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, ડ્વાયન બ્રાવો, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, હરભજન સિંહ, ઇમરાન તાહિર, મુરલી વિજય, ધ્રુવ શૌરે, ફાફ ડુ પ્લેસિસ, ઋતુરાજ ગાયકવાડ, મિશેલ સૈંટનર, ડેવિડ વિલી, સૈમ બિલિંગ્સ, સમીર, મોનૂ કુમાર, કરન શર્મા, કે.એમ. આસિફ અને મોહિત શર્મા.