સૈન ફ્રાન્સિસ્કો: વૈશ્વિક સ્તરે તમામ સપોર્ટેડ વાહનોના કારપ્લે ડેશબોર્ડ સાથે એપલ વોચના મેપ એપ્લિકેશનમાં ગૂગલ મેપનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે આગામી કેટલાક અઠવાડિયામાં કાર્યરત થઈ જશે. કંપનીના જણાવ્યા મુજબ, IOS ડિવાઇસીસનો ઉપયોગ કરનારા લોકો સુરક્ષિત અને સરળ રીતે તેમની વોચ અથવા કારમાં આ મેપનો ઉપયોગ કરી શકશે.
કારપ્લે ડેશબોર્ડમાં ગૂગલ મેપના ઉપયોગની સાથે તમારી મનપસંદ મીડિયા એપ્લિકેશનથી ગીતો વગાડી અથવા પોઝ કરી શકાય છે. તેનાથી ગીતો રિવાઇન્ડ પણ સરળતાથી કરી શકાય છે અથવા ફાસ્ટ ફોરવર્ડ પણ કરી શકાય છે. સાથે જ કેલેન્ડરમાં અપોઇમેન્ટ્સ પણ જોઇ શકાય છે.
ગૂગલે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, "આ બધી માહિતી સ્પ્લિટ સ્ક્રીન વ્યૂમાં પ્રદર્શિત કરવામાં આવશે, જેથી તમે રસ્તા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરતી વખતે જરૂરી માહિતી મેળવી શકો."
એટલે કે, ફોનની સ્ક્રીનને બે ભાગમાં વહેંચવામાં આવશે, જેથી તમે એક સાથે બે અલગ અલગ જરૂરી માહિતી મેળવી શકો.
એપલ વોચ માટે ગૂગલ મેપ એપ્લિકેશનથી તેનો ઉપયોગ કાર, બાઈક, સાર્વજનિક પરિવહન અથવા વોકિંગ કરતી વખતે સરળતાથી કરી શકાય છે. આમાં તમને કોઈ સ્થળે પહોંચવા માટેના આશરે સમય વિશેની માહિતી આપવામાં આવશે અને એપ્લિકેશનમાં કોઇ સ્થળે પહોંચવા માટેની સમગ્ર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.