ETV Bharat / bharat

હિન્દી દિવસ 2020: બાળકોને ભાષા શીખવામાં મદદરૂપ થવા માટે તેમને આ ક્લાસિક પુસ્તકોનો પરિચય કરાવો - Hindi books

અહીં ‘પંચતંત્ર’થી લઇને ‘બડે ભાઇ સાહબ’ સહિતનાં કેટલાંક વાંચવાલાયક પુસ્તકોની યાદી આપવામાં આવી છે, તમે તમારાં બાળકો સાથે બેસીને આ પુસ્તકોના વાચનનો આનંદ ઊઠાવી શકો છો.

હિંદી દિવસ 2020
હિંદી દિવસ 2020
author img

By

Published : Sep 14, 2020, 9:37 AM IST

Updated : Sep 14, 2020, 9:47 AM IST

હૈદરાબાદ : અહીં ‘પંચતંત્ર’થી લઇને ‘બડે ભાઇ સાહબ’ સહિતનાં કેટલાંક વાંચવાલાયક પુસ્તકોની યાદી આપવામાં આવી છે, તમે તમારાં બાળકો સાથે બેસીને આ પુસ્તકોના વાચનનો આનંદ ઊઠાવી શકો છો.

દર વર્ષે 14મી સપ્ટેમ્બરે હિંદી દિવસની ઊજવણી કરવામાં આવે છે. 1949ની 14મી સપ્ટેમ્બરે હિંદી – દેવનાગરી લિપિમાં લખાતી આ ભાષા ભારતની સત્તાવાર ભાષા બની હતી. 250 મિલિયન લોકો તેમની મૂળ ભાષા તરીકે હિંદી બોલે છે અને તે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ચોથા ક્રમની ભાષા છે. અમે આ દિવસે, તમે તમારાં બાળકોને હિંદી શીખવામાં કેવી રીતે મદદ પૂરી પાડી શકો, તે અંગે કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ.

અહીં હિંદી ભાષાનાં જે ક્લાસિક પુસ્તકોની યાદી આપવામાં આવી છે, તે પુસ્તકો રસપ્રદ હોવાની સાથે-સાથે ભાષા શીખવા માટે પણ ઉપયોગી છે.

હિંદી સાહિત્યનું વાચન

તમારા બાળકને હિંદી સાહિત્યમાં રસ લેતું કરવા માટે તેને બાળકો માટેનાં હિંદી પુસ્તકોનો પરિચય કરાવો. કેટલાંક રસપ્રદ પુસ્તકોમાં ‘પોટલી બાબા કી કહાની’ સિરીઝ અથવા તો ગુલઝારના ‘પિનોચિયો’, ‘પાંચ પરમેશ્વર’ અથવા પ્રેમચંદના ‘પૂસ કી રાત’નો સમાવેશ થાય છે. ઓડિયો ફોર્મેટમાં પણ અઢળક હિંદી વાર્તાઓ ઉપલબ્ધ છે, જે તમારૂં બાળક સાંભળી શકે છે. આવી કૃતિઓમાં ‘કરાડી ટેલ્સ’ ને ગુલઝારની ‘બોસ્કીઝ પંચતંત્ર’નો સમાવેશ થાય છે.

બાળકો માટે દ્વિભાષી (અંગ્રેજી-હિંદી) સ્ટોરી બુક્સની યાદી

લૂક અપ /ઉપર દેખો (લે. કવિતા પુન્નિયામૂર્તિ) (વય- 3 વર્ષથી ઉપરનાં બાળકો માટે)

આ પુસ્તકમાં મીમી અને ગુલુ, એ બે બાળકો વાદળો જોવા જાય છે. રૂચિ મ્હસાનેનાં ચિત્રો વાર્તાને વધુ રમતિયાળ બનાવે છે. આ પુસ્તકનો અનુવાદ સુમન બાજપાઇ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રકાશકઃ તુલિકા.

વ્હેર શેલ આઇ પેઇન્ટ?/મૈં કહાં ચિત્ર બનાઉં? લે. નંદિની નાયર (વયઃ 3 વર્ષ કરતાં મોટાં બાળકો માટે)

પ્રણવ નામના છોકરાને ફૂલો, કાર અને પર્વતોનાં ચિત્રો દોરવાં ખૂબ ગમે છે. પણ, હવે તેની પેઇન્ટિંગ બુક ભરાઇ ગઇ છે. આ પુસ્તકમાં આ નાના અમથા કલાકારની નવા કેન્વાસ માટેની શોધની વાર્તા છે અને સાથે અનુપમા ઐયરનાં સુંદર મજાનાં ચિત્રો પણ છે. પુસ્તકનો અનુવાદ મેઘા અગરવાલે કર્યો છે. પ્રકાશકઃ તુલિકા

ધી બર્ડી પોસ્ટ /પંછી પોસ્ટ – લે. ભાવના જૈન ભૂતા (2 વર્ષથી મોટાં બાળકો)

સુષ્મા રોશન દ્વારા અનુવાદ કરવામાં આવેલી આ વાર્તા આળસુ ચીક્કી કેવી રીતે તેની માતાએ આપેલો સંદેશો બિટ્ટી આન્ટી સુધી પહોંચાડે છે, તેના વિશે છે. પુસ્તકમાં જયકર મરૂર દ્વારા રચિત રંગબેરંગી ચિત્રો છે. પ્રકાશકઃ તુલિકા

ધી ટોકિંગ કેવ /બોલતી ગુફા – લે. શોભા વિશ્વનાથ (ચાર વર્ષ કરતાં મોટાં બાળકો)

આ વિનોદસભર વાર્તામાં ચાલાક શિયાળ ‘જુનો’, મૂર્ખ સિંહ ‘ભુરો’ને મૂર્ખ બનાવે છે. સિંહનું માનવું છે કે, ગુફા બોલી શકે છે. પુસ્તકનાં ચિત્રો શ્યામનાં છે. પ્રકાશકઃ કરાડી ટેલ્સ

ધી ફોક્સ એન્ડ ધી સ્ક્વિરલ / લોમડી ઔર ગિલહરી – લે. શોભા વિશ્વનાથ (ચાર વર્ષથી મોટાં બાળકો)

આ પુસ્તકમાં એક ખિસકોલી કેવી રીતે તેના બડાઇખોર મિત્ર લાલુ શિયાળને બોધપાઠ ભણાવે છે, તેની વાર્તા કહેવાઇ છે. પુસ્તકમાં ચિત્રો શ્રીવિદ્યા નટરાજનનાં છે. પુસ્તકની વાર્તા મિત્રતા અને વિનમ્રતાની શીખ આપે છે. પ્રકાશકઃ કરાડી ટેલ્સ

એમ આઇ સ્મોલ?/ ક્યા મૈં છોટી હું? - લે. ફિલિપ વિન્ટરબર્ગ (બે વર્ષ કરતાં મોટાં બાળકો)

તામિયા નામની બાળકી માર્ગમાં આવતાં વિવિધ પ્રાણીઓને પૂછતી રહે છે કે, શું તે નાની છે? અને આખરે, તામિયાને આ પ્રશ્નનો આશ્ચર્યજનક જવાબ મળે છે. પ્રકાશકઃ ક્રિએટસ્પેસ ઇન્ડિપેન્ડન્ટ પબ.

બાળકો માટેની હિંદી વાર્તાઓ

સમય કા ખટોલા – લે. ગુલઝાર (છ વર્ષથી મોટાં બાળકો)

હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં જાણીતા કવિ અને વાર્તાકાર ગુલઝાર દ્વારા રચિત બાળ કાવ્યોનો સંગ્રહ છે. પુસ્તકો રજા પર જાય તો..?થી લઇને મોગ્લીનાં ગીતો ધરાવતું આ પુસ્તક બાળકો માટે સુંદર મજાનાં કાવ્યોના ખજાના-સમાન છે.

પંચતંત્ર – લે. વિષ્ણુ વર્મા (છ વર્ષથી મોટાં બાળકો)

વિષ્ણુ શર્માએ લખેલી ‘પંચતંત્ર’ની ક્લાસિક વાર્તાઓ વર્તમાન સ્વરૂપ સાથે રજૂ કરવામાં આવી છે, જે બાળકોને મિત્રતા, એક્તા, પ્રામાણિકતાનો બોધ આપતી રસપ્રદ વાર્તાઓ સાથે જકડી રાખે છે અને હિંદી ભાષા શીખવામાં મદદરૂપ થાય છે.

રશ્મિરથિ – લે. રામધારી સિંઘ દિનકર (12 વર્ષથી મોટાં બાળકો માટે)

રશ્મિરથિ અર્થાત્ ‘સૂર્યના સારથિ’ એ દિનકરે 1952માં લખેલું મહાકાવ્ય છે. આ કવિતા ‘મહાભારત’ મહાકાવ્યમાં કુંતીના પુત્ર કર્ણને કેન્દ્રમાં રાખીને લખાઇ છે.

ઝાંસી કી રાની – લે. સુભદ્રા કુમારી ચૌહાણ (6 વર્ષથી મોટાં બાળકો માટે)

પ્રસિદ્ધ ભારતીય લેખિકા સુભદ્રા કુમારી ચૌહાણની આ સૌથી લોકપ્રિય કવિતાઓ પૈકીની એક છે. કાવ્યના શીર્ષક પરથી જાણી શકાય છે કે, તેમાં 1857ના બળવા સમયે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ દાખવેલી શૂરવીરતાની સ્તુતિ કરવામાં આવી છે.

બડે ભાઇ સાહબ – લે. પ્રેમચંદ (13 વર્ષથી મોટાં બાળકો માટે)

આ રસપ્રદ વાર્તા નવ વર્ષના છોકરા, તેના મોટાભાઇ અને તે બંનેનાં શૈક્ષણિક સાહસોની આસપાસ ગૂંથાયેલી છે. વાર્તામાં રહેલી રમૂજ બાળકોને ચોક્કસ પસંદ પડશે.

પ્રાયશ્ચિત – લે. ભગવતી ચરણ વર્મા (13 વર્ષથી મોટાં બાળકો માટે)

આ રમૂજસભર હિંદી વાર્તા કાળી બિલાડીના મોત અને કોઇપણ પ્રસંગે સલાહ આપવા માટે હંમેશા તૈયાર રહેતા સમાજની આસપાસ ફરે છે. વાર્તા પરંપરાગત ધોરણો અને અંધશ્રદ્ધાથી આગળ વિચારવાનો બોધપાઠ આપે છે.

Last Updated : Sep 14, 2020, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.