નવી દિલ્હીઃ સિનસિનાટી યુનિવર્સિટીના જુનિયર બાયોએન્જિનિયરિંગ મેજર વર્ધા અગ્રવાલ તેના ભવિષ્યના કારણે અસમંજસતામાં મુકાઈ છે. કારણ કે, અમેરિકાએ અંતિમ સત્રમાં આપવામાં આવેલી મુક્તિઓને દુર કરી છે. પરિવારથી દુર રહીને અને કોરોનાની અતિગંભીર પરિસ્થિતિમાં તેને તેના વિઝાના સ્ટેટ્સ અને અભ્યાસની ચિંતા સતાવી રહી છે. વર્ધાની જેમ જ અન્ય સંખ્યાબંધ વિદ્યાર્થીઓ આ જ પ્રકારની સમસ્યા અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને નવી નીતિ અયોગ્ય હોવાનું અનુભવી રહ્યા છે.
અમેરિકાના ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની નવી પોલિસી પ્રમાણે વિદ્યાર્થીઓ ફરજિયાત પણે અમેરિકા છોડવું પડશે જો તેમની યુનિવર્સિટીઓ ઓનલાઈન શિક્ષણ ચલાવતી હોય અને વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરતાં હોય તેમને અમેરિકામાંથી બહાર કઢાશે.
હાઈબ્રિડ મોડલની ઓફર કરતી યુનિવર્સિટીઓમાં, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ દેશમાં રહેવા માટે ઓછામાં ઓછા 1 ક્રેડિટ-વર્ગના વ્યક્તિ વર્ગમાં પ્રવેશ કરવો જરૂરી છે. પરંતુ જો કોઈ યુનિવર્સિટીએ કોવિડ-19 ના બીજા તબક્કાને કારણે મધ્ય-સેમેસ્ટરમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન શિક્ષણની પદ્વતિ અપનાવી હોય તો વિદ્યાર્થીઓએ દેશ છોડવો પડશે.
ઇમિગ્રેશન વકીલ, મંજુનાથ ગોકરેએ જણાવ્યું હતું કે, આ નીતિઓ ઇમિગ્રેશન ઘટાડવા અથવા યુનિવર્સિટીઓને ફરીથી ખોલવા દબાણ કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રની રાજકીય વ્યૂહરચના છે. આવી પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓને શાંત રહેવું જોઈએ. કેમ કે નીતિઓ હજી સુધી ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થઈ નથી.હાર્વર્ડ અને એમઆઈટી જેવી યુનિવર્સિટીઓએ ટ્રમ્પની આ નીતિને પડકારી છે. હું આશાવાદી છું કે કાયદાકીય કાર્યવાહીથી આ નીતિઓ દુર થશે.