ETV Bharat / bharat

દર્દીઓને જીવન આપનારી દુનિયાની તમામ નર્સોને સમર્પિત છે આજનો દિવસ - નાઈટિંગલ ઓફ ફ્લોરેન્સનો ઈતિહાસ

આજના દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સારી સંભાળ અને સેવાથી દર્દીઓને નવું જીવન આપનારી નર્સોની ભૂમિકાને અવગણી શકાતી નથી. જેથી આજનો દિવસ નર્સોને સમર્પિત છે. જાણો આજના દિવસ સાથે જોડાયેલી વાતો અને ઈતિહાસ...

ETV BHARAT
દર્દીઓને જીવન આપનારી દુનિયાની તમામ નર્સોને સમર્પિત છે આજનો દિવસ
author img

By

Published : May 12, 2020, 4:29 PM IST

હૈદરાબાદઃ દરવર્ષે 12મે ની ઉજવણી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે કરવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વની નર્સોને સમર્પિત છે. નર્સો સમગ્ર દુનિયામાં વિવિધ બીમારીઓથી પીડિત લોકોની મદદ કરે છે, તેમને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવે છે. દિવસ-રાત કામ કરનારી આ નર્સો દર્દીઓને સ્વસ્થ કરવા માટે દરેક પ્રકારે તેમની સાર-સંભાળ કરે છે.

નર્સોને નાઈટિંગલ ઓફ ફ્લોરેન્સ પણ કહેવામાં આવે છે.

નર્સિંગનો ઈતિહાસ

17મી સદી સુધી દરેક ગામમાં માતા અને બાળકોની સંભાળ રાખવા માટે એક દાસી રહેતી હતી. આ આધૂનિક સમયનું સૌથી જૂનું નર્સિંગ હતું.

1871માં મદ્રાસના સરકારી જનરલ હોસ્પિટલના 4 વિદ્યાર્થીઓ સાથે દાસીઓ માટે પ્રથમ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. 18 અને 19મી સદી દરમિયાન ભારતના વિવિધ રાજ્યોમાં ઘણી નર્સિંગ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી.

કોરોનાઃ એક મોટો પડકાર

આ વખતે નર્સો માટે મોટા પડકાર છે. ઘર, પરિવારથી દૂર રહીને આ નર્સો દુનિયાના ખુણે-ખુણે સામાન્ય બીમારીઓ ઉપરાંત કોરોના જેવી મહામારીથી પીડિત દર્દીઓની સેવામાં લાગી ગઇ છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીના આ સમયે નર્સોની ભૂમિકાને વધુ વધારી દીધી છે.

નાઈટિંગલ ઓફ ફ્લોરેન્સનો ઈતિહાસ

નાઈટિંગર ઓફ ફ્લોરેન્સ મોર્ડન નર્સિંગની સ્થાપક હતી. તેમણે ક્રીમિયાના યુદ્ધ દરમિયાન ઘણી મહિલાઓને નર્સની ટ્રેનિંગ આપી હતી અને ઘણા સૈનિકોની સારવાર પણ કરી હતી. તેમણે નર્સિંગને એક વ્યવસાય બનાવ્યો અને તે વિક્ટોરિયન સંસ્કૃતિની ઓળખ બની હતી. ખાસ કરીને તે 'લેડી વિથ ધ લેમ્પ'ના નામે ઓળખાતી હતી. કારણ કે, તે રાત્રિના સમયે ઘણા સૈનિકોની સારવાર કરતી હતી. જેથી એમની યાદમાં નર્સોને નાઈટિંગલ ઓફ ફ્લોરેન્સ કહેવામાં આવે છે.

શું કહે છે WHO

વિશ્વ આરોગ્ય સંગઠને પણ નર્સોની ભૂમિકાને મહત્વપૂર્ણ જણાવી કહ્યું કે, દર્દીને આપવામાં આપતી સાર-સંભાળની ગુણવતા નક્કી કરવા, સંક્રમણથી રોકવા અને આને નિયંત્રિત કરવામાં નર્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.