ન્યૂઝ ડેસ્ક : આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ઉજવવાનો હેતુ તમામ સાંભળવા માટે અશક્ત તેમજ સાંકેતિક ભાષાના અન્ય ઉપયોગકર્તાઓની સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખવાનો છે. તેનો હેતુ સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકોના માનવાધિકારો જાળવવાનો અને સાંકેતિક ભાષના ઉપયોગ વિશે તેમને જાગૃત કરવાનો છે.
વર્ષ 2020માં વર્લ્ડ ફેડરેશન ઓફ ડેથ, બહેરાઓ માટે ગ્લોબલ લીડર્સ ચેલેજન્જ જારી કરી રહ્યુ છે. બહેરાઓ માટેની રાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ અન્ય ડેફ લીડ ઓર્ગેનાઇઝેશન સાથેની ભાગીદારીમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ દ્વારા સાંકેતિક ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
23 સપ્ટેમ્બરની પસંદગી 1951માં WFDની સ્થાપનાની તારીખની યાદ અપાવે છે. આ તારીખના રોજ એક એવી સંસ્થાનો જન્મ થયો હતો કે જે બહેરા લોકોના માનવાધિકારોના ભાગરૂપે સાંકેતિક ભાષા અને બહેરા લોકોની સંસ્કૃતિના જતનની હિમાયત કરે છે.
પરમેનન્ટ મીશન ઓફ એન્ટીગુઆ અને બર્મુંડા દ્વારા પ્રાયોજીત અને યુનાઇટેડ નેશન્સના 97 દેશો દ્વારા સહ-પ્રાયોજીત આ ઠરાવને (A/RES/72/161) યુનાઇટેડ નેશન્સ સામે મુકવામાં આવ્યો હતો અને 19 ડીસેમ્બર 2017ના રોજ તેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો.
બહેરાઓના આંતરરાષ્ટ્રીય અઠવાડિયાના ભાગરૂપે વર્ષ 2018માં પહેલી વાર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સાંકેતિક ભાષાઓ
સાંકેતિક ભાષાઓ સંપૂર્ણ રીતે વિકસીત કુદરતી ભાષાઓ છે જે બોલાતી ભાષાઓથી માળખાકીય રીતે અલગ છે. સાંકેતિક ભાષાઓમાં પણ એક આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા અસ્તિત્વ ધરાવે છે જે ઔપચારીક રીતે આંતરરાષ્ટ્રીય બેઠકોમાં અને અનૌપચારીક રીતે પ્રવાસ અને સામાજીક મેળાવળાઓ દરમીયાન વાપરવામાં આવે છે. તેને સાંકેતિક ભાષાઓનું એક પીડગીન (ભાષાનું સરલીકરણ કરીને બનાવેલુ સ્વરૂપ) સ્વરૂપ માનવામાં આવે છે જે કુદરતી સાંકેતિક ભાષા જેટલું જટીલ નથી અને તેમાં મર્યાદિત શબ્દકોષ છે.
દિવ્યાંગ વ્યક્તિઓનું સંમેલન સાંકેતિક ભાષાઓના ઉપયોગને જાણીને તેને પ્રોત્સાહન આપે છે. તે સ્પષ્ટ કરે છે કે, સાંકેતિક ભાષાઓ બોલાતી ભાષાઓ જેટલી જ મહત્વની છે અને રાજ્યની પાર્ટીને સાંકેતિક ભાષા શીખવાની સુવિધા આપવા અને બહેરા લોકોના સમુદાયની ભાષાકીય ઓળખને પ્રોત્સાહન આપવાની ફરજ પાડે છે.
સાંકેતિક ભાષાની ઓળખ
યુએનના સ્પેશીયલ રીપોર્ટરે (મીટીંગની પ્રક્રીયાનુ રીપોર્ટીંગ કરવા માટે નીમાયેલો વ્યક્તિ) ભારપૂર્વક જણાવ્યુ હતુ કે, “સાંકેતિક ભાષા એક સંપૂર્ણ વિકસીત ભાષા છે અને તેના વપરાશકર્તાઓને ભાષાકીય લઘુમતીના સભ્યો ગણી શકાય છે કે જ્યાં તેઓ રાજ્યની કુલ વસ્તીની અડધાથી ઓછા ભાગની વસ્તીનું પ્રતિનીધીત્વ કરે છે.”
જો સાંકેતિક ભાષાને સુચના અને વ્યવહારની ભાષામાં ઉપયોગમાં નહી લેવામાં આવે તો તેના વપરાશકર્તાઓ પણ અન્ય લઘુમતી સમુદાયોની જેમ ગેરલાભનો અને મુખ્ય સમુદાયથી બાકાત રહેવાનો અનુભવ કરશે. બહેરાઓ માટે અસરકારક અને ગુણવત્તાયુક્ત શીક્ષણમાં આવતા અવરોધો પર વધુ સારી રીતે કામ કરવું જરૂરી છે.
બહેરા લોકોની શૈક્ષણિક જરૂરીયાતો અને સાંકેતિક ભાષાઓની માન્યતા (તેમજ તમામ શૈક્ષણિક સ્તરે સૂચનાના માધ્યમ તરીકે તેમનો સમાવેશ) પર ધ્યાન કેન્દ્રીત કરવાની તાતી જરૂર છે.
સાંકેતિક ભાષાઓનો ઇતિહાસ
અમેરીકન મૂળના લોકોએ અન્ય જાતિઓ સાથે વાતચીત કરવા અને યુરોપીયનો સાથે વેપાર સરળ બનાવવા માટે હાથના હાવભાવનો ઉપયોગ કર્યો હતો.
બેનેડિક્ટાઇન સાધુઓએ તેમના રોજીંદા મૌન દરમીયાન સંદેશા પસાર કરવા માટે તેનો ઉપયોગ કર્યો હતો.
સાંભળવાની ખામી ધરાવતા લોકો માટે ઔપચારીક સાંકેતિક ભાષાની રચનાનો શ્રેય સોળમી સદીના સ્પેનિશ બેનેડીક્ટન સાધુ પેડ્રો પોન્સે ડી લીઓનને જાય છે.
વર્ષ 1960માં જુઆન પબ્લો બોનેટે સાંભળવાની ખામી ધરાવતા લોકોના શીક્ષણ માટેની પ્રથમ પુસ્તિકા બહાર પાડી હતી.
1755માં ફ્રાન્સના કેથલિક પાદરી ચાર્લ્સ-મીશેલ દ લેપીએ બહેરા લોકોના શીક્ષણ માટે વધુ એક વ્યાપક પદ્ધતિની સ્થાપના કરી જે પેરીસમાં ‘નેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર ડેફ-મ્યુટ્સ’ તરીકે બહેરા બાળકો માટેની પ્રથમ પબ્લીક સ્કુલની સ્થાપનામાં પરીણમી.
વિશ્વનો ડેટા
‘વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ’ના આંકડા પ્રમાણે વિશ્વમાં આશરે 72 મીલિયન બહેરા લોકો છે. તેમાંના 80%થી વધારે લોકો વિકાસશીલ દેશોમાં વસે છે.
સામુહિક રીતે તેઓ 300થી વધુ વિવિધ સાંકેતિક ભાષાઓનો ઉપયોગ કરે છે.
Covid-19ના સમયમાં જુદી જુદી સાંકેતિક ભાષાઓનું મહત્વ
યુનાઇટેડ નેશન્સે જણાવ્યુ હતુ કે હાલના મહામારીના સમયમાં ક્ષતિગ્રસ્ત લોકો સુધી પહોંચી શકે તે રીતે સાંકેતિક ભાષામાં, કેપ્શનીંગનો ઉપયોગ કરીને, ટેક્સ્ટ મેસેજ કરીન કે રીલે સર્વિસનો ઉપયોગ કરીને જાહેર આરોગ્યની માહિતી પહોંચાડવી જોઈએ.
ભારત
2000માં ઇન્ડિયન ડેફ કોમ્યુનીટીએ ISL શીક્ષણ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રીત કરતી સંસ્થાની હિમાયત કરી હતી. પાંચમી પંચવર્ષિય યોજના (2007-2012)માં એ વાત સ્વીકારવામાં આવી હતી કે સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકોની જરૂરીયાતોની અવગણવામાં આવી છે અને સાંકેતિક ભાષાના તાલીમાર્થીઓ અને દુભાષીયાઓને તાલીમ આપવા માટે એક સાઇન લેંગવેજ રીસર્ચ એન્ડ ટ્રેઇનીંગ સેન્ટરને વિકસીત કરીને તેને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી હતી. નાણામંત્રીએ યુનીયન બજેટ 2010-11ના ભાષણમાં ISLRTCને તેયાર કરવાની જાહેરાત કરી હતી.
પરીણામે, વર્ષ 2011માં સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે, દિલ્હીની ઇન્દીરા ગાંધી ઓપન યુનિવર્સીટી (IGNOU)ની સ્વાયત સંસ્થા તરીકે ભારતીય સાંકેતીક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર (ISLRTC)ની સ્થાપનાની મંજૂરી આપી હતી. 4 ઓક્ટોબર 2011ન રોજ IGNOU કેમ્પસમાં આ કેન્દ્રનો શીલાન્યાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં IGNOU ખાતેનું આ કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યુ.
20 એપ્રિલ 2015માં જાહેર કરવામાં આવેલા આદેશમાં સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ISLRTCને દિલ્હી ખાતેની અલી યાવર જંગ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હીયરીંગ હેન્ડીકેપ્ટ (AYJNIHH) સાથે એકીકૃત કરવાનો નિર્ણય કર્યો. જો કે ISLRTC અને AYJNIHHના દ્રષ્ટિકોણ અને લક્ષ્યોમાં ભેદભાવ હોવાથી આ બહેરાઓના સમુદાયે આ નિર્ણયનો વિરોધ કર્યો.
22 સપ્ટેમ્બર 2015ના રોજ યોજવામાં આવેલી બેઠક અને વિરોધનું પરીણામ એ આવ્યુ કે યુનિયન કેબીનેટે ISLRTCને એક સોસાયટી તરીકે ડીપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વીથ ડીસએબીલીટીઝ, MSJC, તરીકે વિકસીત કરવાની મંજૂરી આપી. MSJE દ્વારા આ નિર્ણયનો આદેશ 28 સપ્ટેમ્બર 2015ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ISLRTCની સ્થાપના થઈ હતી.
2011ના વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સાંભળવાની ક્ષતિ ધરાવતા કુલ લોકોની સંખ્યા 50 લાખ છે. બહેરા લોકોના સમુદાયોની સમસ્યાઓને લાંબા સમયથી અવગણવામાં આવી હતી અને ક્ષતિગ્રસ્ત લોકોના સમુદાયો માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા તે સમસ્યાઓનું અનેકવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતુ. અપ્રચલીત તાલીમ પદ્ધતિ અને શીક્ષણ પ્રણાલીઓ તરફ તાત્કાલીક ધ્યાન આપવાની જરૂર છે.
ભારતભરના સાંભળવાની ક્ષતિ ધરાવતા સમુદાયોમાં ભારતીય સાંકેતિક ભાષા (ISL)નો ઉપયોગ થાય છે પરંતુ બહેરાઓની શાળાઓમાં બાળકોને શીક્ષણ આપવા માટે ISLનો ઉપયોગ થતો નથી. ISL શીક્ષણ માટેની જે પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેના તરફ ટીચર્સ ટ્રેઇનીંગ પ્રોગ્રામ શીક્ષકોને વાળતા નથી. સાંકેતિક ભાષાને સામેલ કરતી કોઈ જ શીક્ષણ સામગ્રી ઉપલબ્ધ નથી. સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકોના માતા-પિતા સાંકેતિક ભાષા અને સંદેશા વ્યવહારના અવરોધોને દુર કરવાની તેની ક્ષમતા વીશે જાગૃત નથી. જ્યાં સાંભળવાની ક્ષતિ ધરાવતા અને સાંભળી શકનારા લોકો વચ્ચે સંદેશા વ્યવહાર થાય છે તેવી સંસ્થાઓ અને સ્થળોએ ISL દુભાષીયાઓની તાત્કાલીક જરૂરીયાત છે પરંતુ ભારતમાં 300થી પણ ઓછા પ્રમાણિત દુભાષિયા છે.
NEP-2020
NEP-2020 દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે સાંભળવાની ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓના ઉપયોગ માટે જે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાનો જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે તેના માટે દેશભરમાં ઇન્ડીયન સાઇન લેંગવેજ (ISL)ને પ્રમાણીત કરવામાં આવશે.
વધારામાં, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર ઓપન લર્નીંગ ભારતીય સાંકેતિક ભાષા અને ભારતીય સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને અન્ય મૂળભૂત વિષયો શીખવવા માટેના ઉચ્ચ ગુણવત્તાના મોડ્યુલ વિકસીત કરશે.
જ્યાં જરૂરીયાત જણાશે ત્યાં સ્થાનીક સાંકેતિક ભાષા પણ શીખવવામાં આવશે.
સમસ્યાઓ
ભારતીય સાંકેતિક ભાષા ખુબ જ વૈજ્ઞાનિક ઢબથી તૈયાર કરવામાં આવેલી છે અને તેને પોતાનું એક વ્યાકરણ છે પરંતુ જાણકારીના અભાવે ઘણા સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકો એ સંસ્થાઓથી જ અજાણ છે કે જ્યાં પહોંચીને તેઓ આ ભાષા શીખી શકે અને લોકો સાથે સંદેશા વ્યવહાર કરવામાં તેનો ઉપયોગ કરી શકે.
ભારત પાસે માત્ર 700 જેટલી શાળાઓ જ છે કે જ્યાં સાંકેતિક ભાષા શીખવવામાં આવે છે. અને હિન્દી કે અંગ્રેજી સીવાયની ભાષામાં તેને લખવામાં આવ્યુ નથી.
સાંકેતિક ભાષાની જાણકારી અને તેની જાગૃતિનો અભાવ હોવાને કારણે સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકો પુરતુ શીક્ષણ મેળવતા નથી, મેળવી શકતા નથી અને માટે સરકારી ભરતીમાં તેમના માટે અનામત હોવા છતા પણ તેઓ તેનો લાભ લઈ શકતા નથી.