ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ - Anti-Corruption

ભ્રષ્ટાચાર વિરોધી દિવસ | 9મી ડિસેમ્બર 2005થી આંતરરાષ્ટ્રીય ભષ્ટ્રાચાર વિરોધી દિવસ તરીકે મનાવવમાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 31મી ઓક્ટોબર 2004ના રોજ ભષ્ટ્રાચાર વિરોધી સંયુકત રાષ્ટ્ર સંમેલનમાં ભષ્ટ્રાચાર  વિરોધનો ઠરાવ સ્વીકાર્યો હતો અને ભષ્ટાચારની સામે લડવા તેમજ રોકવા માટે  સંમેલનનની જાગૃતતાને વધારવા 9મી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ભષ્ટ્રાચાર વિરોધી દિવસ તરીકે પસંદ કર્યો હતો . આ સંમેલન વર્ષ 2005 માં અમલમાં આવ્યું અને ત્યારથી તે દિવસને દર વર્ષે મનાવવા આવે છે.

International Anti-Corruption Day
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
author img

By

Published : Dec 10, 2020, 5:18 PM IST

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે મ્લોન્ડી કાલુઝાના જન્મદિવસને પણ ઉજવવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની શરૂઆત 9 ઓક્ટોબર 2003 ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા ભ્રષ્ટાચાર પ્રત્યે જાગૃતિ લાવવા અને ભ્રષ્ટાચાર સામે લડવામાં અને તેને રોકવામાં સંયુક્ત રાષ્ટ્ર સંમેલનની ભૂમિકાને ઉજાગર કરવાના હેતુથી કરવામાં આવી હતી.

આ દિવસની સ્થાપના માટે સંયુક્ત રાષ્ટ્રએ સતાવાર કારણ આપ્યુ છે કે “ સમાજની સ્થિરતા અને સલામતી માટે ભષ્ટ્રાચાર દ્વારા ઉભી થયેલી સમસ્યાઓ અને ચેતવણીની ગંભીરતાઓની ચિંતા હતી કારણ કે લોકશાહીની સંસ્થાઓ અને મૂલ્યો નબળા પડતા હતા, નૈતિક મૂલ્યો અને ન્યાય સંકટમાં મુકાતુ હતુ.

આંતરરાષ્ટ્રીય ભષ્ટ્રાચાર વિરોધી દિવસના આયોજક સંયુક્ત રાષ્ટ્ર સંઘ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ડ્રગ્સ-ક્રાઇમ પર સંયુક્ત રાષ્ટ્ર કહે છે કે ભ્રષ્ટાચાર પ્રત્યે અસહિષ્ણુતા વધી છે. ભષ્ટ્રાચારમાં રાજકારણીઓ અને અધિકારીઓની વધતી જતી સંખ્યા આ બાબતનો પુરાવો છે અને તેમને દોષી ઠેરવીને સજા કરવામાં આવી રહી છે.

પૃષ્ઠભૂમિ

ભષ્ટ્રાચાર એ એક એવો મુદ્દો છે કે જે વિશ્વના દરેક દેશોને અસર કરે છે. તે નૈતિકતાની અંખડિતતા અને પ્રમાણિકતાનો અભાવ દર્શાવે છે. જે નૈતિક રીતે થતા કાર્યોમાં પણ કોઇની પ્રમાણિકતા કે વફાદારીનો વિનાશ કરી શકે છે. તે એવા લોકોનો ઉલ્લેખ કરે છે કે જે જેઓ અપ્રમાણિક લાભ માટે પોતાની સતા અને વિશ્વાસનો ગેરઉપયોહ કરે છે. ભષ્ટ્રાચાર લોકશાહીને નબળી કરે છે, સરકારને અસ્થિર બનાવે છે. અને દેશોને આર્થિક ધોરણે પાછળ ધકેલે છે. ભષ્ટ્રાચાર વિવિધ સ્વરુપે આવે છે. જેમ કે લાંચ લેવી, પરિણામોમાં યોગ્ય વ્યવહાર કર્યા વિના કાયદાનો ભંગ કરવો, ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોમાં અયોગ્ય રીતે સુધારા કરવા કે ભુલોને છુપાવવી અને વ્હીસલ બ્લોઅર્સને ચુપ કરવા.

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટ્રાચાર વિરોધી દિવસ રાજકીય નેતાઓ, સરકાર, કાયદાકીય સંસ્થાઓ અને વિવિધ જુથને સાથે મળીને ભ્રષ્ટ્રાચાર સામે લડવા માટેનો સમય છે, આ દિવસે ભ્રષ્ટાચારનો વિરોધ કરનારાઓ ભ્રષ્ટાચાર અને છેતરપિંડી સામે અસરકારક રીતે લડત આપવા માટે સામાન્ય લોકોને જોડવા માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે.

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનું મહત્વ:

  • દર વર્ષે એક ટ્રીલીયન ડોલર લાંચ ચૂકવવામાં આવે છે. જ્યારે ભ્રષ્ટ્રાચાર દ્વારા વાર્ષિક અંદાજે 2.6 ટ્રીલીયન ડોલરની ચોરી કરવામાં આવે છે. જે વૈશ્વિક જીડીપીના 5 ટકાથી વધુ છે. વિકાસશીલ દેશોમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ ગુમાવવામાં આવેલા ભંડોળનો અંદાજ સતાવાર વિકાસની સહાય રકમથી 10 ટકા જેટલો વધુ છે.
  • ભ્રષ્ટાચાર એ એક ગંભીર ગુનો છે જે તમામ સમાજોના સામાજિક અને આર્થિક વિકાસને નુકશાન કરે છે. જેમાં કોઈ દેશ, ક્ષેત્ર અથવા સમુદાય આ નુકશાનથી પ્રતિકાર નથી કરી શકતો.
  • ભ્રષ્ટ્રાચાર ચૂંટણીની પ્રક્રિયાઓને વિકૃત કરે છે , કાયદાને શાસનને નુકશાન કરે છે અને અમલદાર શાહીને કરચોર બનાવીને લોકશાહીની સંસ્થાઓના પાયાઓ પર હુમલો કરે છે. તેનું એકમાત્ર કારણ લાંચ લેવામાં આવે છે તે છે. ભ્રષ્ટ્રાચારને કારણે આર્થિક વિકાસ અટકી પડ્યો છે કારણ કે સીધા વિદેશી રોકાણકારોને નિરાશ કરવામાં આવે છે.દેશમાં નાના વ્યવસાયોને ભ્રષ્ટ્રાચારને કારણે જરુરી સ્ટાર્ટ અપને ખર્ચને કાબુમાં લેવા અશક્ય લાગે છે.
  • સરકારો, ખાનગી ક્ષેત્રની, બિન-સરકારી સંસ્થાઓ, મીડિયા અને વિશ્વભરના નાગરિકો ભ્રષ્ટ્રાચાર સામે લડવા માટે જોડાઈ રહ્યા છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ ક્રાઇમ (યુએનઓડીસી) આ પ્રયાસોમાં મોખરાનું કામ કરી રહ્યા છે.

દુનિયામાં ક્રમ

દેશ2019માં સ્થાન
ડેનમાર્ક1
ન્યુઝીલેન્ડ1
યુ.કે12
યુ.એસ23
ભારત80
ચીન80
બ્રાઝીલ106
પાકિસ્તાન120
રશિયા137
બાંગ્લાદેશ146
સોમાલીયા180

ભારતમાં ભ્રષ્ટ્રાચાર

  • સ્થાનિક સંસ્થાઓ અને ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં કરાયેલા ભારત ભ્રષ્ટાચાર સર્વે અનુસાર રાજસ્થાન ભારતમાં ભ્રષ્ટાચારમાં ચાર્ટમાં ટોચ પર છે. સર્વે મુજબ રાજસ્થાનમાં 78 ટકા લોકોએ કામ પૂર્ણ કરવા માટે લાંચ આપવાનું સ્વીકાર્યું હતું. તેમાંથી 22 ટકા લોકોએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઘણી વખત લાંચ આપી હતી, જ્યારે 56 ટકા અધિકારીઓએ એક કે બે વાર (પ્રત્યક્ષ કે આડકતરી રીતે) લાંચ લીધી હતી. તોલતેમાંના લગભગ 22 ટકા લોકોને લાંચ ચૂકવવાની જરૂર નહોતી પડી.
  • ઝારખંડ યુપી સાથે ત્રીજા સ્થાને છે, જ્યાં 74 ટકા નાગરિકોએ પોતાનું કામ કરાવવા માટે લાંચ આપવાનું સ્વીકાર્યું છે. તે બધાએ ઘણી વખત પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લાંચની ચૂકવણી કરી હતી. જો કે, 13 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ લાંચ આપ્યા વિના જ કામ થયા છે.
  • તેલંગાણાએ 'ભારતના સૌથી વધુ ભ્રષ્ટ રાજ્યો' ની ટોચની 5 યાદીને આગળ ધપાવી છે. જેમાં આશરે 67 ટકા નાગરિકોએ જણાવ્યું હતું કે ઘણા બધા બાકી કામ પૂર્ણ કરાવવા માટે તેઓએ લાંચ આપી હતી.
  • પંજાબ આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે, જ્યાં પંજાબના 63 ટકા નાગરિકોએ તેમનું કામ કરાવવા માટે લાંચ આપવાનું સ્વીકાર્યું છે. આમાંથી 27 ટકા લોકોએ ઘણી વખત લાંચ આપી હતી, જ્યારે 36 ટકા લોકોએ એક કે બે વાર લાંચ આપી હતી. લગભગ 27 ટકા લોકો ટેબલ હેઠળ કોઈ પૈસા ચૂકવ્યા વિના પોતાનું કાર્ય પૂર્ણ કરવામાં સફળ થયા હતા.
  • ટોપમાં કર્ણાટકનું સ્થાન પંજાબ સાથે છે. લગભગ 63 ટકા સ્થાનિક રહેવાસીઓએ સત્તાવાર કામ કરાવવા માટે લાંચ આપ્યાનો સ્વીકાર કર્યો હતો. આમાંથી 35 ટકા લોકોએ ઘણી વખત લાંચ આપવી પડી હતી જ્યારે 28 ટકાએ ફક્ત એક કે બે વાર લાંચ આપી હતી. લગભગ 9 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ લાંચ આપ્યા વિના જ કામ કરાવ્યા હતા.
  • ભારત ભ્રષ્ટાચાર સર્વેક્ષણ 2019 અનુસાર તમિલનાડુ સૌથી ભ્રષ્ટ રાજ્યની યાદીમાં સાતમા ક્રમે છે. જ્યાં લગભગ 62 ટકા નાગરિકોએ પોતાનું કામ કરાવવા માટે લાંચ આપ્યાનો સ્વીકાર કર્યો હતો. લગભગ 35 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓએ ઘણી વખત લાંચ આપવી પડી હતી, જ્યારે 27 ટકા લોકોએ ફક્ત એક કે બે વાર લાંચ આપી હતી. માત્ર 8 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ લાંચ આપ્યા વિના જ કામગીરી કરવામાં સફળ રહ્યા છે.
  • સૂચિ મુજબ કેરળ સૌથી ઓછા ભ્રષ્ટ રાજ્યોમાંનું એક છે , જ્યાં માત્ર 10 ટકા લોકોએ પોતાનું કામ કરાવવા માટે લાંચ આપવાનું સ્વીકાર્યું હતું અને તે બધાએ ઘણી વાર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ લાંચ આપી હતી. 50 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ લાંચ આપ્યા વિના જ કામ કરાવ્યુ હતુ. અને 4૦ ટકા લોકોને લાંચ આપવાની જરૂર નથી પડી.
  • જ્યારે કેરળ, ગુજરાત, ગોવા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, હરિયાણા અને દિલ્હી સૌથી ઓછા ભ્રષ્ટ રાજ્યોમાં સમાવિષ્ટ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.