નારાયણપુરનાં કડેનાર કેમ્પમાં ITBPનાં સૈનિકો વચ્ચે કોઈ વાતે વિવાદ થયો છે. આ વિવાદ વકરતા સૈનિકોએ એક બીજા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 6 જવાનનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણકારી SP મોહિત ગર્ગે આપી છે.
આ ઘટનામાં બે સૈનિક ઘાયલ થયા હતા. જેમને હેલીકોપ્ટર દ્વારા રાયપુર દાખલ કરાયા છે.
મળતી માહિતી મુજબ રહેમામ ખાન નામનાં જવાને તેની બંદુકથી આડેધડ ફાયરિંગ કરી હતી. જેમાં પાંચ જવાનોનાં મોત નિપજ્યા છે. આ ગોળીબારીમાં રહેમાનનું પણ મોત થયું હતું.
જવાનોમાં ક્યાં કરણે વિવાદ સર્જાયો હતો તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોચ્યા હતા.
મૃતક સૈનિકોની યાદી
1 રહેમાન ખાન(આરોપી જવાન)
2 મહેન્દ્ર
3. વિશ્વરૂપ મહતો
4. સુરમિત સરકાર
5. દલજીતસિંહ
6. બ્રિજેશ
ઘાયલ સૈનિકોનાં નામ
1. સીતારામ
2. ઉલ્લાલ એસ શ્રી
ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુએ નિવેદન આપતા જણાવ્યું કે, સાથીઓ પર ગોળીબાર કર્યા પછી જવાને પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. ઇજાગ્રસ્તોને શક્ય તમામ મદદ પુરી પાડવાની સૂચના આપવામાં આવી છે. ઘટનાની સંપૂર્ણ વિગતો હજી મળી નથી. અધિકારીઓને સ્થળ પર મોકલવામાં આવી રહ્યા છે. આ ઘટના કેમ બની તે અંગેની માહિતી લેવામાં આવી રહી છે.
મુખ્યપ્રધાન ભૂપેશ બધેલનું નિવેદન બહાર આવ્યું છે, તેમણે આ ઘટનાને દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે 'આ ઘટના કેવી રીતે અને કેમ થઈ તેની તપાસ થવી જોઇએ, આવી ઘટનાઓને રોકવા માટે પગલા લેવા જોઈએ. મને મૃતકોના પરિવારજનોને સંવેદના છે. જવાને રજા માટે અરજી કરી હતી કે, પછી કૌટુંબિક ઝઘડો થયો હતો કે પરસ્પર હરિફાઇ થઈ હતી? આ બધાની તપાસ થવી જોઈએ.