નવી દિલ્હી: UGCએ તમામ યુનિવર્સિટીઓ તેમજ કોલેજને કોરોનાની શોધ અંગે નિર્દેશો આપ્યા છે. ઉપરાંત યુનિવર્સિટી સાથે સંકળાયેલી દરેક કોલેજ કોવિડ-19 વિશે ગ્રામજનોમાં કેટલી જાગૃતિ છે. ઉપરાંત યુજીસીનું કહેવું છે, કે કોરોનાનું સંક્રમણ શહેર કરતા ગામડાઓમાં ઓછું જોવા મળે છે. તો આ રિસર્ચ ટિમએ 4થી 5 ગામડા પર સંશોધન કરી ત્યાં ક્યાં પ્રકારે લોકો સાવચેતી દાખવે છે. જેનાથી ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે. આ દરેક મહત્વની માહિતીનો રિપોર્ટ યુનિવર્સિટીએ તૈયાર કરી UGCને આપવાનો છે. તેમજ યુજીસી દ્વારા મહત્વની માહિતી એકઠી કરવા કહ્યું છે.
જેમાં પહેલા કોવિડ-19 સંક્રમણ અંગે ગામમાં કેટલી જાગૃતિ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ સંક્રમણને કારણે ગામલોકોને ક્યા પ્રકારની મુશ્કેલીઓ આવી અને તેનો સામનો કેવી રીતે કર્યો હતો. આ સિવાય ગામલોકો દ્વારા કઇ વ્યૂહરચના અને ક્યાં પગલા અપનાવવામાં આવ્યા જેથી કોરોનાના સંક્રમણને ગામથી દૂર રાખી શકાય છે.
ઉપરાંત UGCએ તમામ યુનિવર્સિટી થતા કોલેજને બીજા વિષય પર સંશોધન કરવા જણાવ્યું છે. જેમાં 1918માં આવેલા સ્પેનિશ ફ્લૂએ, એચ1 એન1 સામે ભારત દેશએ કેવી રીતે સામનો કરી તેમાંથી બહાર આવ્યા અને મંદ પડેલી અર્થવ્યવસ્થાને આગળ લાવવા ક્યાં પગલાં લેવામાં આવ્યા, આ સંશોધન અંગે તમામ શૈક્ષણિક સંસ્થાઓએ 30 જૂન સુધીમાં રિસર્ચ ટિમ તૈયાર કરી તેની જાણકારી યુજીસીને આપવા જણાવ્યું છે.