નવી દિલ્હી: સુનાવણી દરમિયાન જેલ પ્રશાસને કહ્યું કે, તેણે એક નવું પરિપત્ર બહાર પાડ્યું છે. જેમાં કેદીઓને તેમના વકીલ સાથે વાત કરવાની છૂટ આપવામાં આવશે. તે પછી, કોર્ટે અરજીનો નિકાલ કર્યો. આ અરજી એડવોકેટ અજિત પી સિંઘ દ્વારા કરવામાં આવી હતી. અરજદાર વતી એડવોકેટ લવકુમાર અગ્રવાલે કહ્યું હતું કે, જેલમાં રહેલા કેદીઓને તેમની પસંદગીના વકીલ પાસેથી કાયદાકીય સલાહ લેવાની છૂટ હોવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના જેલ મહાનિર્દેશકનું પરિપત્ર બંધારણના આર્ટિકલ 21નું ઉલ્લંઘન કરે છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અરજદાર 8 જૂનના રોજ તેના ક્લાયંટને મળવા માટે તિહાર જેલમાં ગયા હતા. તેણે તેના ક્લાયંટની જામીન અરજી સંદર્ભેની તૈયારીઓ વિશે વાત કરવાની હતી. ત્યાં તિહાર જેલ પ્રશાસને કહ્યું કે, કેદીઓને તેમના વકીલ સાથે વાત કરવાની છૂટ નથી. જેલ પ્રશાસનના આ હુકમની વિરુદ્ધ તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.