70ના આ જ દાયકામાં ભારતે પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશને બનાવવામાં મદદ કરી હતી, જ્યારે અમેરિકાનું પલડું પાકિસ્તાન તરફ ઝુકેલું રહેતું હતું. જેનું કારણ એ પણ હતું કે, અમેરિકન સોવિયત સંઘે પાકિસ્તાનના એરબેસનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારત હજુ જોડાયેલું પણ ન હતું, તે સમયે અમેરિકા પણ ભારતથી નારાજ હતું. અમેરિકાનું માનવું હતું કે, ભારત અમારી દરેક વાતનું સમર્થન કરે. એટલું જ નહીં ચીન પણ પાકિસ્તાન સાથે જ હતું. એટલે કે પાકિસ્તાનના સમર્થનમાં વિશ્વના બે મોટા દેશ ઊભા હતા, પરંતુ ભારતે આવી સ્થિતિનો પણ બહાદુરીથી સામનો કર્યો. સુરક્ષા સંતુલન માટે ભારતે પરમાણુ સક્ષમ હોવુ ખુબ જ જરૂરી હતું. લોકો પણ એવું કહેતા કે, જો ભારત પાસે પરમાણુ શક્તિ હશે, તો તે વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રની હરોળમાં આવશે.
PTBT બન્યું અવરોધ
આ ઘટના પહેલા પરીક્ષણમાં ઘણાં લોકો આવ્યા હતાં. IAECના ચેરમેન અને દેશના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનું અવસાન થયું. તેમની જગ્યાએ હોમી સેઠનાને લાવવામાં આવ્યા હતાં, પરંતુ તેમાં પણ એક અવરોધ આવ્યો અને ભારતે PTBT નામના એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર પ્રમાણે વાતાવરણમાં કોઈપણ દેશ પરમાણુ પરીક્ષણ કરી શકશે નહીં. આ કરારમાં વાતાવરણ એટલે આકાશમાં, પાણીની અંદર, સમુદ્રનો પણ સમાવેશ થયો હતો, એટલે ભારતે આ પરીક્ષણ જમીનની અંદર કરવાનો નિર્ણય લીધો.
આ સમગ્ર વાતની કોઈને પણ જાણ નહોતી
આ સમગ્ર પરીક્ષણને સફળ બનાવવામાં જેમની મહત્વની ભૂમિકા રહી તેવા વૈજ્ઞાનિક રાજા રમન્નાએ પોતાની આત્મકથા 'ઈયર્સ ઓફ પીલગ્રિમીજ'માં લખ્યું છે કે, આ સમગ્ર ઓપરેશન વિશે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઉપરાંત, ચીફ સેક્રેટરી પી. એન. હક્સર, પી.એન. ધર, વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. નાગ ચૌધરી અને પરમાણુ ઊર્જા કમિશનના અધ્યક્ષ, એચ.એન. સેઠને જ જાણ હતી. કેટલાક લોકો દાવો કરે છે કે, સંરક્ષણ પ્રધાન બાબુ જગજીવન રામ પણ ઓપરેશન સફળ થયા પછી જ માહિતી મેળવી શક્યા હતા.
કેવો હતો બોમ્બ અને કેવી રીતે થયો વિસ્ફોટ
પરમાણુ બોમ્બનો વ્યાસ 1.25 મીટર અને તેનું વજન 1400 કિલો હતું. આ વિસ્ફોટકને ઈન્ડિયન આર્મી રેતીમાં છુપાવીને લાવી હતી. રાજસ્થાનના પોખરણ ખાતે સવારના 8 વાગ્યે અને 5 મિનિટે આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, 8થી 10 કિલોમીટર વિસ્તારની ધરતી આ વિસ્ફોટથી ધ્રુજી હતી.