આ પુનરાવર્તન મૂલ્યાંકન ભારતની વિદેશ નીતિમાં એક આયોજિત અને પ્રતિમાન પરિવર્તનને રેખાંકિત કરે છે જે કાશ્મીરની પરંપરાગત સમજ અને તે પરંપરાગત ભારતીય સ્થિતિને ધ્વસ્થ કરે છે.
પાકિસ્તાનની પરંપરાગત સ્થિતિ POK પર ધ્યાન આકર્ષિત કરીને કાશ્મીર પર કેન્દ્રિત છે, જેમાં, 'આઝાદ કાશ્મીર' અને ગિલગિત-બાલ્ટિસ્તામ શામેલ છે, ભારત માત્ર એટલું જ કહી રહ્યું છે કે, વિવાદ માત્ર અહીંયા નહીં સરહદની પેલે પાર પણ છે. આના મુળમાં POK પર પાકિસ્તાની સેનાના કબ્જાનો સવાલ છે અને આ એ પણ દર્શાવે છે કે વૈશ્વિક ખોજ-દીપ ક્યાં કેન્દ્રિત થવો જોઈએ.
આ કુટનીતિ કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ માટે એક સચોટ ભારતીય પ્રયાસના રૂપમાં માનવામાં આવી શકે છે, જેનાથી દક્ષિણ બ્લોકમાં બેઠેલા શાસકોને લાગે છે કે ફાયદો થશે.
મંગળવારે શ્રીનગરમાં એક યૂરોપીય સંઘના સાંસદના પ્રતિનિધિમંડળની અભૂતપૂર્વ યાત્રા ખરેખર આ નીતિનું ઉદાહરણ છે.
આ નીતિને અપનાવી પાકિસ્તાનને એમના ભાગના POKના બચાવમાં ઉતરવા માટે મજબુર કરી દેવામાં આવશે. આ પરિસ્થિતિમાં તે અસહજ થઇ જશે કારણ કે, આ ક્ષેત્રમાં ચીન-પાકિસ્તાન આર્થિક કોરીડોરની એક મહત્વકાંક્ષી યોજના છે. જેમાં હાઇવે, રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર શામેલ છે.
ચીને અત્યારસુધી આ યોજનામાં 50 બિલિયન અમેરિકી ડૉલર કરતાં વઘારે રોકાણ કર્યું છે. મજેદાર વાત એ છે કે આ યોજના POKમાંથી ચાલે છે અને માટે જ આમાં ચીન પણ શામેલ થઇ જાઇ છે. વૈશ્વિક સ્તરે તપાસ કર્યા પછી, આવા પ્રોજેક્ટના નિર્વિવાદ રીતે માન્ય હોવાના વિષય પર ચીનની શંકા વધશે.
ગુરૂવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ રણનીતિક સ્થિતિને વધારે સ્પષ્ટ રીતે રજૂ કરી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક મોટા વિસ્તારમાં ચીનનો કબ્જો છે. તેણે 1963 ના કહેવાતા ચીન-પાકિસ્તાન સરહદ કરાર હેઠળ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય પ્રદેશો કબજે કરી લીધા છે.