ETV Bharat / bharat

ભારતનું આઈટી ક્ષેત્ર કોરોના કટોકટીના સકંજામાં - કોરના વાઈરસ

કોવિડ-19 મહામારીથી ભારતની વિકાસગાથાને નવેસરથી ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા આઈટી ઉદ્યોગને ગંભીર ફટકો પડ્યો છે. પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ ખોરવાઈ ગયાં છે અને કામકાજ સ્થગિત થયાં છે. 1.5 લાખથી વધુ નોકરીઓ જોખમમાં મુકાઈ છે. ભારતીય આઈટી ઉદ્યોગમાં આ અસાધારણ કટોકટી છે. અગાઉથી જ આર્થિક મંદી સામે લડી રહેલા આ ઉદ્યોગ માટે તાજેતરના ઘટનાક્રમ વધુ નુકસાનકારક બન્યા છે. અત્યારે ઉદ્યોગ સામે સૌથી મોટો પડકાર આ આપત્તિનો સામનો કરીને આગળ વધવાનો છે.

IT sector
IT sector
author img

By

Published : May 21, 2020, 8:06 AM IST

આઈટી, નોલેજ-બેઝ્ડ એટલે કે જ્ઞાન-આધારિત ઉદ્યોગ છે, જેણે માનવજીવનમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનોમાં ફાળો આપ્યો છે. સુવ્યવસ્થિત, ઝડપી, સરળ, પારદર્શી અને સમૃદ્ધ હોવા ઉપરાંત, આ ઉપદ્યોગે સ્ટાર્ટઅપ સેક્ટરને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આધુનિક શાસન અને ડિજિટલ વર્લ્ડ માટે તેણે માર્ગ કંડાર્યો છે. લગભગ પાંચ દાયકામાં ભારતે આઈટી ક્ષેત્રમાં મજબૂત સ્થાન હાંસલ કર્યું છે.

દેશનો આર્થિક વિકાસ વધારવામાં આઈટી સાધનરૂપ બન્યું છે. દેશની કુલ જીડીપીમાં તેનો ફાળો 7.7 ટકા છે. નજીકના ભૂતકાળમાં જ આકર્ષક વૃદ્ધિનું અનુમાન બાંધનાર ભારત, વિશ્વના આઈટી ક્ષેત્રમાં મોખરે છે. વૈશ્વિક આઈટી સેવાઓમાં ભારતનો હિસ્સો 55 ટકા છે. ભારતની 200 આઈટી કંપનીઓ વિશ્વના 80 દેશોમાં કાર્યરત છે. દુનિયાની કુલ ડિજિટલ સેવાઓમાંથી 75 ટકા સેવાઓ ભારત પૂરી પાડે છે. ભારતના આઈટી અને આઈટી આધારિત સેવાઓના ઉદ્યોગનું કદ 2018-19માં અંદાજે 181 અબજ અમેરિકન ડોલર છે. તેમાં 137 અબજ અમેરિકન ડોલરની નિકાસ સામેલ છે. ભારતીય આઈટી ઉદયોગ ક્રમશઃ વિસ્તરી રહ્યો છે અને વિદેશી રોકાણો આકર્ષી રહ્યો છે. વર્ષ 2000થી 2019 દરમ્યાન હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષેત્રે 43 અબજ અમેરિકન ડોલરના વિદેશી રોકાણ નોંધાયાં હતાં.

ઉદ્યોગમાં રોજગાર પણ વધી રહ્યા છે. ઘરઆંગણે, ભારતીય આઈટી કંપનીઓ 46 લાખ લોકોને રોજગાર આપે છે. વિદેશમાં વધુ 20 લાખ નોકરિયાતો છે. રોજગાર પ્રાથમિકતા યાદીમાં છેલ્લા બે દાયકા દરમ્યાન આઈટી ક્ષેત્રે અવ્વલ રહ્યું છે. મોટા ભાગના લોકો કારકીર્દિમાં આગળ વધવાની તકો અને આકર્ષક વેતન મળતું હોવાને કારણે આઈટી ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કરે છે.

અસાધારણ વૃદ્ધિ નોંધાવતા આઈટી ઉદ્યોગનાં પાણી ઠંડા પડ્યાં છે. નાણાંકીય ખેંચ, ખર્ચ ઉપર અંકુશનાં પગલાં, રોબોટિક્સ અને ડેટા એનાલિટિક્સે આઈટીની પડતીમાં ભૂમિકા ભજવી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા તે પછી પરિસ્થિતિ બદલાવા માંડી હતી. તેમણે મોટા નિર્ણયો લીધા, જેણે આઈટી નિષ્ણાતો અને ભારતમાં નોકરી શોધી રહેલાઓ માટે અનેક પ્રતિકૂળતાઓ સર્જી. મંદીને કારણે કેમ્પસ પ્લેસમેન્ટ્સ અને નવી નોકરી માંડ કેટલાકને ઉપલબ્ધ બન્યા. નિષ્ણાતો માને છે કે, હજુ નોકરીઓ ગુમાવવાનું જોખમ પણ છે. મહામારી, અગાઉથી જ માંદા એવા આ ઉદ્યોગને વધુ એક ફટકા સમાન છે.

કેટલાક દેશોએ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો હોવાથી, વિશ્વભરની આઈટી સેવાઓ ખોરવાઈ હતી. એવું અનુમાન છે કે કોરોના વાયરસને કારણે એકલા ભારતમાં જ 1.5 લાખ લોકો નોકરી ગુમાવશે. કમાણી ઘટી હોવાથી અનેક કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરનો રસ્તો બતાવ્યો છે. કેટલીક કંપનીઓએ પગારમાં કાપ જાહેર કર્યો છે. મોટા બાગની અ્ગરણી કંપનીઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા પ્રોત્સાહન આપી રહી છે. નવા પ્રોજેક્ટો ખોરંભે ચઢ્યા છે. ભારતની લગભગ 75 ટકા આઈટી સર્વિસીઝ યુરોપ અને અમેરિકાનાં બજારો માટે છે અને તે બંનેમાં મહામારીના પગલે ભારે મુસીબતમાં છે. તાત્કાલિક રિકવરીની શક્યતાઓ નહીં હોવાથી આ ક્ષેત્રની હાલત વધુ કથળશે તેવું અનુમાન છે. નવી ભરતી ભાગ્યે જ જોવા મળશે. ઉદ્યોગમાં એવી ચિંતા પ્રવર્તે છે કે ગ્રાહકો તેમના આગામી પ્રોજેક્ટો રદ્દ કરે અથવા અનિશ્ચિત સમય માટે મુલતવી રાખે.

આઈટી એનેબલ્ડ સર્વિસીઝ ક્ષેત્રમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણા મોખરે છે. દર વર્ષે આઈટી અને સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. બંને રાજ્યોના વિદ્યાર્થીઓ વિશ્વભરમાં કેટલીક ટોચની આઈટી કંપનીઓમાં મહત્ત્વના પદભાર સંભાળી રહ્યા છે. સત્યા નાડેલા ટેકનોલોજી ક્ષેત્રની કદાવર કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ છે.

આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાંથી છ લાખ લોકો આઈટી ક્ષેત્રમાં સીધો રોજગાર મેળવી રહ્યા છે. બંને રાજ્યોની સરકારો ડિજિટલ સેવાઓ અને ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપી રહી છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ, આઈબીએમ, ઓરેકલ અને એમેઝોન જેવી વિશ્વવિખ્યાત કંપનીઓ હૈદરાબાદમાં તેમનાં મુખ્ય પરિસરો ધરાવે છે. આઈટી ક્ષેત્ર વિજયવાડા અને વિશાખાપટનમ જેવાં શહેરોમાં ઝડપભેર વિકસી રહ્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આઈટી ક્ષેત્રનો બોજો હળવો કરવા માટે પગલાં લેવાં આવશ્યક છે. આઈટી ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ ઘડવૈયાઓની સ્પેશિયલ ટાસ્કફોર્સ નિયુક્ત કરવી જોઈએ. કોઈ પણ ક્ષેત્ર માટે સ્થિરતા સૌથી મહત્ત્વની હોવાથી સરકારે કંપનીઓ ટકી રહે તે માટે મદદ સુનિશ્ચિત કરવાની જરૂર છે. ઘરઆંગણે આઈટી ઉદ્યોગે ગેમિંગ, એનિમેશન, ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ અને રુરલ ટેકનોલોજી જેવાં નવતર ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મહામારીનો અંત આવ્યા બાદ કેટલાક દેશો તેમનાં કામકાજ ચીનમાંથી ખસેડી લેવા ઈચ્છે તેવી સંભાવના છે. ભારતે આ તક ઝડપી લેવી જોઈએ.

તાજેતરના ઘટનાક્રમના ભાગરૂપે, કેન્દ્ર સરકારે હાલની નીતિઓની સમીક્ષા કરવી જોઈએ અને સુધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોએ. આઈટી સંસ્થાનોને પુનઃખાતરી આપવી જરૂરી છે. આ કટોકટીથી સીધી કે આડકતરી રીતે અસર પામનારી કંપનીઓને કેન્દ્ર સરકારે ટેકો આપવો જોઈએ. જમીન, શ્રમ અને વેરા ઉપર કેન્દ્રિત એવી ટૂંકા અને લાંબા ગાળાની નીતિઓ અપનાવવી જોઈએ. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (એમએસએમઈ)ને ક્રેડિટ ગેરંટી પૂરી પાડવી જોઈએ. ઝીણવટભર્યા લાંબા ગાળાના આયોજન સાથે યોગ્ય સુધારા જ બારતના આઈટી ક્ષેત્રને પુનઃજીવિત કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.