નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું કે ભારત એક મોટો દેશ છે. આપણે યુરોપના 24 દેશો કરતા પણ મોટા છીએ. તેવામાં ભારતના રાજ્યોને ચેંપિયન બનવુ પડશે. રાજ્યોમાં વસ્તુઓને સહેલાઇથી કર્યા વગર લાંબા સમયમાં ભારતનો વિકાસ ઝડપથી મુશ્કેલ છે. એટલે અમે રાજ્યોની રેંકિંગ શરૂ કરી છે.
આ લિસ્ટમાં કર્ણાટક પ્રથમ તો બાકીના 10 પ્રમુખ રાજ્યોમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગણા, હરિયાણા, કેરલ, ઉત્તર પ્રદેશ, પ્રશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંધ્રપ્રદેશ છે.
ટોપના 10 મુખ્ય રાજ્યઃ દક્ષીણ અને પ્રશ્ચિમ ભારતમાં આવેલા છે.
સિક્કિમ અને દિલ્હી ક્રમશઃ પૂર્વોત્તર અને પહાડી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો/રાજ્યો/ નાના રાજ્યોનો ભાગ પર છે.
ઇનોવેશન ઇંડેક્સમાં પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની સ્થિતી
દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગણા અને ઉત્તર પ્રદેશ કાચા માલના ઉત્પાદનમાં ફેરબદલ કરવાના મામલામાં સૌથી વધારે કુશળ રાજ્ય છે.
આ ટૂલનો ઉપયોગ દેશમાં નીતી નિર્માતા પોતાના ક્ષેત્રમાં આર્થીક વિકાસ નીતીઓને તૈયાર કરતા સમયે અલગ-અલગ શક્તીઓને સક્ષમ કરવામાં કરી શકે છે.
રાજ્યોને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યા છે. પ્રમુખ રાજ્ય, પૂર્વોત્તર અને પહાડી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ/સિટી રાજ્ય/નાના રાજ્યો.
આ તકે નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અમિતાભ કાંતે કહ્યું કે દૂનીયાના આગળના અભિનવ દેશ બનવા માટે પોતાની અસંખ્ય પડકાર વચ્ચે ભારત પાસે એક અનોખો અવસર છે.