નવી દિલ્હીઃ ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરિ જિલ્લામાંથી ચીની સેના દ્વારા કરાયેલા યુવકોના અપહરણનો મુદ્દે ઉઠાવ્યો છે. પીપુલ્સ લિબરેશન આર્મીના સૈનિકો દ્વારા અરુણાચલ પ્રદેશમાંથી પાંચ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેની સામે ભારતીય સેનાએ ચીની સેના સમક્ષ આ મુદ્દા પર સવાલ ઉભા કર્યા છે.
સેનાના સુત્રોએ સોમવારે આ જાણકારી આપી છે. સુત્રોએ જણાવ્યું કે વિસ્તારમાં તૈનાત સેનાના એકમે પીએલએ સંબંધિત સેના એકમને કથિત રીતે અપહરણ કરવા મામલે પોતાની ચિંતા અંગે અવગત કરાવવાં હોટાલઈન પર સંદેશ મોકલ્યો છે.
આ પણ વાંચોઃ અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્યનો દાવો, રાજ્યમાંથી ચીની સેનાએ કર્યુ 5 યુવકોનું અપહરણ
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ત્રણ-ચાર દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાંથી ચીની સેના દ્વારા પાંચ યુવકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેની પુષ્ટી રાજ્યના કોંગ્રેસના ધારાસભ્યએ કરી હતી.
આ ઘટના એવા સમયે બની જ્યારે ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખમાં બંને દેશો વચ્ચે સીમા વિવાદને ધ્યાનમાં રાખી 3400 કીમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાતી વધારી દીધી છે.
અરુણાચલ પ્રદેશ સરકારનાએખ વરિષ્ઠ અધિકારીએ શનિવારે કહ્યું હતું કે, સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.